બ્લડ મૂન :૨૦૨૨ નું પ્રથમ ચંદ્રગ્રહણ
બ્લડ મૂન :૨૦૨૨ નું પ્રથમ ચંદ્રગ્રહણ:Blood Moon:The first lunar eclipse of 2022:સૂર્ય અને ચંદ્ર ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે થતું હોય છે. તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી આ ખગોળીય ઘટના છે. આ પહેલાં 30 એપ્રિલે આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થયું હતું , આ વખતે વર્ષ નું પ્રથમ ચંદ્રગ્રહણ છે જે સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે અને તેના લીધે ‘સુપર મૂન’ નામની ખગોળીય ઘટના પણ સર્જાશે. પૃથ્વની ધરીથી એકદમ નજીક આવતી જતાં, ચંદ્ર હોય એના કરતાં મોટો દેખાતો હોય છે, જેને ‘સુપર મૂન’ તરીકે ઓળખવામાં આવે છે.
ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે
બ્લડ મૂન :૨૦૨૨ નું પ્રથમ ચંદ્રગ્રહણ:Blood Moon:The first lunar eclipse of 2022:ભારતીય સમયાનુસાર સોમવારે સવારે 7.02 વાગ્યે ગ્રહણની શરૂઆત થશે. જ્યારે 7.57 વાગ્યે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવાનું શરૂ થશે.8.59 વાગ્યે ચંદ્ર ઘાટા કેસરી રંગનો દેખાવા લાગશે. જ્યારે 12.20 વાગ્યે ગ્રહણ પૂર્ણ થશે. આ ગ્રહણ દરમિયાન ચંદ્ર સંપૂર્ણ રીતે ઢંકાઈ જશે અને ગ્રહણનો કુલ સમય પાંચ કલાકનો રહેશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. જોકે, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં તેને જોઈ શકાશે.
બ્લ્ડ મૂન એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાય અને સામાન્ય કરતાં બહુ મોટો દેખાય
બ્લડ મૂન :૨૦૨૨ નું પ્રથમ ચંદ્રગ્રહણ:Blood Moon:The first lunar eclipse of 2022:બ્લ્ડ મૂન ચંદ્ર લાલ દેખાય છે.સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે બ્લ્ડ મૂન દેખાતો હોય છે. એ વખતે ચંદ્ર પૃથ્વીથી ખૂબ જ નજીક હોય છે અને તેના પર અનોખા કોણથી પડતાં પ્રકાશને લીધે એ લાલ રંગનો દેખાવા લાગે છે. આવું ત્યારે ઘટતું હોય છે કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની એકદમ વચ્ચોવચ આવી જાય છે અને તેનો સંપૂર્ણ પડછાયો ચંદ્ર પર પડે છે.
બ્લ્ડ મૂન એ વૈજ્ઞાનિક નામ નથી પણ ચંદ્ર લાલ દેખાતો હોવાથી એને આવું હુલામણું નામ અપાયું છે.
ગ્રહણ અંગે અનેકો માન્યતાઓ
બ્લડ મૂન :૨૦૨૨ નું પ્રથમ ચંદ્રગ્રહણ:Blood Moon:The first lunar eclipse of 2022:ભારતીય સંસ્કૃતિ માં ગ્રહણ અંગે અનેકો ધાર્મિક માન્યતાઓ છે.જેનું લોકો શ્રદ્ધા થી પાલન પણ કરતા હોય છે.ગ્રહણ દરમિયાન કંઈ પણ ખાવાનું નહીં અને ઉપવાસ કરવાનું, ગર્ભવતી મહિલાઓ ને ગ્રહણ વખતે ઘર ની બાહર ન નીકળવાનું, ગ્રહણ સમય દરમિયાન ખાદ્ય ખોરાક ઢાંકી રાખવું.ગ્રહણ દરમિયાન પૂજા પાઠ કરવું જેવી અનેકો માન્યતાઓ છે.
આ પણ વાંચી શકો :ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા:Social media in election campaign:INDIA NEWS GUJARAT
આ પણ વાંચી શકો :રાજદ્રોહ નો કાયદો:Sedition Law:INDIA NEWS GUJARAT