HomeGujaratBlood Donation Camp : રક્તદાન મહાદાન, કિમ સરગમ રો-હાઉસ ખાતે રક્તદાન કેમ્પ...

Blood Donation Camp : રક્તદાન મહાદાન, કિમ સરગમ રો-હાઉસ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો – India News Gujarat

Date:

Blood Donation Camp : વાત કરીએ રક્તદાન ની તો કહેવાય છે કે દાનો માં સૌથી મોટુ દાન એટલે રક્ત દાન. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતું રક્તદાન થી ત્રણ જિંદગી બચાવી શકાય છે.

એક વ્યક્તિ ના રક્તદાન થી ત્રણ જિંદગી બચાવી શકાય

ઓલપાડના કિમ ખાતે સરગમ રો-હાઉસના યુવાનો દ્વારા રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર સુધીમાં 30થી વધુ રક્તયુનિટ એકત્રિત કરાયું હતું. જે રીતે યુવાનો સ્વયંમભૂ રક્તદાન કરવા રક્તદાન કેમ્પમાં પોહચી રહ્યા હતા. જોકે આ રક્તદાનમાં 246 વાર રક્તદાન કરનાર સુરતના યોગેશ ઢીમ્મર ડોકટરો ની ટિમ સાથે હાજરી આપી હતી.

રક્તદાન સરદાર બ્લડ બેંકમાં જમા કરવામાં આવે

ઓલપાડના કિમ ખાતે આવેલી સરગમ રો-હાઉસના યુવાનો દ્વારા છેલ્લા બે વર્ષથી સ્વેછીંક રક્તદાન કરવામાં આવે છે. અને આ રક્તદાન સરદાર બ્લડ બેંકમાં જમા કરવામાં આવે છે. કહેવાય છે કે રક્તદાન મહા દાન માનવામાં આવે છે. એક વ્યક્તિ દ્વારા કરાયેલું રક્તદાન 3 જિંદગીને બચાવી શકે છે. એટલે ભગવાને આપેલી જિંદગી બીજાને ઉપયોગી થાય એવી સારી ભાવના. સારા ઉદેશ સાથે સરગમ રો હાઉસ ખાતે રક્ત દાન નું આયોજન કરવામાં આવ્યું હતુ.

Blood Donation Camp : વર્ષમાં ત્રણ વાર કે બે વાર રક્તદાન થઇ શકે

સરગમ રો -હાઉસ ના યુવાનો દ્વારા છેલ્લા બે વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સોસાયટી ના રહીશો અને કિમના યુવાનો રક્તદાન કરવા ઉમટ્યા હતા. ખાસ કરીને 246 વાર રક્ત દાન કરનાર સુરતના યોગેશ ઢીમ્મર તેમની સરદાર બ્લડ બેન્ક ની ડોકટરો ની ટિમ સાથે હાજરી આપી હતી. 246 વાર રક્તદાન કરનાર યોગેશ ઢીમ્મરે જણાવ્યું હતું કે. એક વ્યક્તિ દ્વારા કરાયેલું રક્તદાન 3 જિંદગી બચાવી શકે છે. રક્તદાન કરવાથી કોઈ નુકશાન થતું નથી. વર્ષમાં ત્રણ વાર કે બે વાર રક્તદાન થઇ શકે છે. રક્તદાન કરવાથી કમજોરી આવતી નથી. પણ લોકોમાં આવી ગેર માન્યતા જોવા મળે છે. પરંતુ હવે યુવાનો આગળ આવી રહ્યા છે. ઠેર ઠેર રક્તદાન કરી માનવતાની સુગન્ધ ફેલાવી રહ્યા છે.

તમે આ પણ વાચી શકો છો :

BJP Loksabha Election: ફરી એકવાર મોદી સરકાર, લોકસભામાં ભાજપની ચૂંટણી તૈયારીનો આરંભ

તમે આ પણ વાચી શકો છો :

Workshop Of P.C. & P.N.D.T/‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.નો વર્કશોપ યોજાયો

SHARE

Related stories

Latest stories