INDIA NEWS GUJARAT ; આણંદ જિલ્લા અને તાલુકા તેમજ શહેર ભાજપ સંગઠનની ચુંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાનો પ્રારંભ થતા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપનાં કાર્યકરો ઉમેદવારી નોંધાવવા ઉમટી પડયા હતા.
આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજથી આણંદ જિલ્લા તેમજ આણંદ તાલુકા,બોરસદ તાલુકા,આંકલાવ તાલુકા,ઉમરેઠ તાલુકા,ખંભાત તાલુકા,સોજીત્રા તાલુકા,તારાપુર તાલુકા અને પેટલાદ તાલુકા તેમજ
બોરસદ,ઉમરેઠ,ખંભાત,,સોજીત્રા આંકલાવ,પેટલાદ વિધાનસભા મંડળો અને શહેર મંડળોની ચુંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરી સહાયક ચુંટણી અધિકારી ધર્મેન્દ્ર પંચાલને પોતાનાં ઉમેદવારી પત્રો સુપ્રત કર્યા હતા,ત્યારે સહ ચુંટણી અધિકારી હેમંત પટેલ અને હંસાકુંવરબા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ પક્ષ દ્વારા સંગઠનની ચૂંટણીઓમાં મંડળ પ્રમુખ માટે 40 વર્ષથી ઉપરના ઉમેદવારોને ફોર્મ ભરવામાં જ નો એન્ટ્રી જાહેર કરાઈ છે જ્યારે ખાસ કિસ્સામાં પાંચ વર્ષની છૂટ નક્કી કરાઈ છે,ત્યારે 40 વર્ષથી ઉપરના મંડળ પ્રમુખ નહીંનો નવો નિયમ ભારે ચર્ચાસ્પદ થયો છે.
તેમજ મંડળ પ્રમુખ થવા માટે બે વખત સક્રિય સદસ્ય થવું ફરજીયાત છે.જેથી જેઓ ભાજપના બે વખતથી સક્રિય સદસ્ય હશે છ વર્ષથી ભાજપમાં હશે તેજ ઉમેદવારી નોંધાવી શકશે.જો કે આણંદ મહાનગરપાલિકાનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની શકયતાને લઈને આણંદ શહેર,વલ્લભવિદ્યાનગર અને કરમસદ મંડળની ચુંટણી મોકુફ રાખવામાં આવી છે.