BJP Chintan Shibir
ઈન્ડિયા ન્યૂઝ, અમદાવાદ: BJP Chintan Shibir: ઉદયપુરમાં કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિરનું સમાપન થયું છે. આ શિબિરના છેલ્લા દિવસે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આગળની યોજનાની સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ રજૂ કરી અને કહ્યું કે ભારત જોડો યાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધી શરૂ થશે. બીજી તરફ આ વખતે ગુજરાતની ચૂંટણી અને કેટલાક નવા પડકારોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદમાં ‘ચિંતન શિબિર’નું આયોજન કર્યું છે. India News Gujarat
છઠ્ઠી વખત સરકાર બનાવવા માટે BJP તૈયાર
BJP Chintan Shibir: અમદાવાદમાં રવિવારથી બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના પ્રભારી અને વરિષ્ઠ નેતાઓ ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપી. ગુજરાતમાં સતત છઠ્ઠી વખત સરકાર બનાવવા માટે જરૂરી નીતિઓ માટે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાથી અહીંની ચૂંટણી ભાજપની પ્રતિષ્ઠા માટેની ચૂંટણી છે. India News Gujarat
ગુજરાતનું રણ જીતવાની નીતિ ઘડશે BJP
BJP Chintan Shibir: સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં અન્ય પક્ષોના નેતાઓની જીતની શક્યતાઓ અને તેમને ટિકિટ આપવા અંગે ચર્ચા થશે. ગુજરાતમાં સતત પાંચ ટર્મથી ભાજપની સરકાર છે. આવી સ્થિતિમાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર સામે લડવાની તૈયારીઓ પણ કરાશે. સાથે જ વધતી મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને રોજગારના પ્રશ્નોને પહોંચી વળવા રણનીતિ બનાવાશે. India News Gujarat
ત્રિપાંખિયો જંગ ખેલાશે ગુજરાતમાં
BJP Chintan Shibir: આપને જણાવી દઈએ કે ગુજરાતમાં કુલ 182 વિધાનસભા સીટો છે. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસે અહેમદ પટેલ વિના ચૂંટણી લડવી પડશે. તેમના અવસાન પછી કોઈ પણ નેતા માટે તેમનું સ્થાન લેવું મુશ્કેલ છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની વાત કરીએ તો કેટલાક દિવસોથી તેઓ કોંગ્રેસ પાર્ટીથી અસંતુષ્ટ જણાય છે. તો કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ પાર્ટીથી ખાસ્સા નારાજ છે. આ ઉપરાંત ઘણાં ધારાસભ્યો અને નેતાઓએ 2017ની વિધાનસભા ચૂંટણી બાદથી આજદિન સુધીમાં કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. India News Gujarat
AAP કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પાડવા તૈયાર
BJP Chintan Shibir: ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ જોરદાર પ્રયાસ શરૂ કરી દીધા છે. છેલ્લા ચાર દાયકાથી અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ચાલતો હતો. જો કે, આ વખતે આમ આદમી પાર્ટી કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકમાં ગાબડું પાડવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી પોતાને કોંગ્રેસના વિકલ્પ તરીકે રજૂ કરી રહી છે. આ સાથે જ AIMIM પણ ગુજરાત ચૂંટણીમાં ઉતરવા જઈ રહી છે. India News Gujarat
BJP Chintan Shibir
આ પણ વાંચોઃ Congressને પરિવારવાદમાંથી આઝાદી નહીં મળે – India News Gujarat
આ પણ વાંચોઃ PM કહે છે 100 ટકા ટાર્ગેટ પૂરો તો તુષ્ટિકરણની રાજનીતિ ખતમ – India News Gujarat