Birds Helpline Number, Surat: ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી અબોલ પક્ષીઓ તેમજ વાહનચાલકો ઘાયલ થતા હોય છે. નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે છેલ્લા ૧૬ વર્ષથી નર્સિંગ એસોશિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા હેલ્પલાઈન સેવા સાથે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજવામાં આવે છે. પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઈજાગ્રસ્ત દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે, ત્યારે આ વર્ષે પણ દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના હસ્તે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીની વિશેષ ઉપસ્થિતિમાં હેલ્પલાઈન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથોસાથ ધારાસભ્યશ્રી તરફથી નવી સિવિલ હોસ્પિટલના સફાઈ કામદાર બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હેલ્પલાઈન સેવા માટે:
જગદીશ બુહા- ૯૯૭૯૦૮૭૦૫૩
ચેતન આહિર- ૯૭૩૭૭૮૯૨૨૯
વિભોર ચુગ- ૮૪૬૦૬૭૦૬૪૪
નિલેશ લાઠીયા- ૯૯૦૯૯૨૭૯૨૪
વિરેન પટેલ- ૯૦૩૩૭૯૮૪૧૯
ઈકબાલ કડીવાલા- ૯૮૨૫૫૦૪૭૬૬
કિરણ દોમડિયા- ૯૮૨૫૫૨૫૬૩૭
ઉપર કોલ કરીને ઈજાગ્રસ્ત પક્ષીઓ કે નાગરિકોની સારવાર માટે કોલ કરી શકાશે.
નર્સિંગ એસોશિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા સતત ૧૬ વર્ષથી હેલ્પલાઈન સેવા
આ પ્રસંગે સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, નિર્દોષ, અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. વર્ષ ૨૦૧૭ થી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને સારવાર માટે દસ દિવસીય ‘કરૂણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે, નવી સિવિલ, નર્સિંગ એસો. દ્વારા સતત ૧૬ વર્ષથી હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવે છે તેની સરાહના કરી સુરતવાસીઓ પણ આ જીવદયા અભિયાનમાં જોડાય એવી અપીલ કરી હતી.
મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે, શહેરમાં ઘણી સામાજિક સંસ્થાઓ જીવદયા અને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓ માટે છેલ્લા ૧૬ વર્ષથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવા સરાહનીય છે. આમ નાગરિકો સાથે આરોગ્યકર્મીઓ જાગૃત્ત બનવા સાથે સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર થઈ રહ્યા છે એમ જણાવી નર્સિંગ એસો. અને સિવિલ તંત્રની પહેલને બિરદાવી હતી.
છેલ્લા ૧૬ વર્ષથી નવી સિવિલની હેલ્પલાઇન સેવાનો સાક્ષી અને પતંગની ઘાતક દોરીથી ઘાયલ નાગરિકો, પક્ષીઓની સેવા સાથે અવિરત જોડાયેલો છું એમ સિન્ડિકેટ સભ્ય ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું.MAY
Birds Helpline Number, Surat: મેયર દ્વારા નર્સિંગ સ્ટાફ ને અભિનંદન પાઠવવામાં આવ્યુ
સુરત દેશનું પ્રથમ ક્રમનું સ્વચ્છ શહેર બન્યું છે, ત્યારે આ સિદ્ધિ બદલ નર્સિંગ એસો. અને નર્સિંગ સ્ટાફ દ્વારા મેયર દક્ષેશભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ૧૭ વર્ષથી પક્ષીઓ પ્રત્યે સંવેદના સાથે કાર્યરત આ હેલ્પલાઇન સેવાનું સમગ્ર આયોજન નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલા દ્વારા પ્રતિ વર્ષ કરવામાં આવે છે.
આ પ્રસંગે સહસ્ત્રફણા ટ્રસ્ટના લહેરૂભાઈ ચાવાલા, અધિક તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.આનંદીબેન ગામીત, ટી.બી. ચેસ્ટ વિભાગના વડા અને યુનિ. સિન્ડિકેટ સભ્ય ડો.પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલા, આર.એમ.ઓ. ડો.લક્ષ્મણ ટહેલિયાની, લોકલ એસો.ના પ્રમુખ અશ્વિન પંડ્યા, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા, કિરણ દોમડિયા, વિરેન પટેલ, ચેતન આહિર, વિભોર ચુગ, જગદીશ બુહા સહિત નર્સિંગ એસો.ની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: