HomeGujaratBhumipujan Of Kanya Gurukul/દીકરીઓ માટે સાકાર થનારા કન્યા ગુરૂકુલનું ભૂમિપૂજન:India News gujarat

Bhumipujan Of Kanya Gurukul/દીકરીઓ માટે સાકાર થનારા કન્યા ગુરૂકુલનું ભૂમિપૂજન:India News gujarat

Date:

દીકરીઓ માટે સાકાર થનારા કન્યા ગુરૂકુલનું ભૂમિપૂજન
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન
દેશના ઈતિહાસમાં પહેલીવાર દીકરીઓ માટે ગુરૂકુલ નિર્માણ
એક વર્ષમાં 150 કરોડના ખર્ચે સાકર થશે ગુરુકુળ

દેશના ઈતિહાસમાં સૌપ્રથમવાર સુરતની ધરતી પર દીકરીઓ માટે નિર્માણ થનારા શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુલનું ભૂમિપૂજન સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનના હસ્તે કન્યા ગુરૂકુળનું શાસ્ત્રોક્ત વિધિ અને સંતોની વેદઋચાઓ સાથે ભૂમિપૂજન કર્યું હતું.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાનના ઉપક્રમે રૂ.૧૨૦ થી ૧૫૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં નિર્મિત થનારા ગુરૂકુળમાં ૨૫૦૦ જેટલી દીકરીઓ અભ્યાસ કરી શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોસ્ટેલ, નિવાસ, ભોજનની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ગુરૂકલની વિશેષતા એ હશે કે અહીં પિતાવિહોણી દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આ પ્રસંગે  મુખ્યમંત્રીએ કન્યા ગુરૂકુળનું શાસ્ત્રોક્ત વિધિ અને સંતોની વેદઋચાઓ સાથે ભૂમિપૂજન કરી જણાવ્યું હતું કે, કન્યા ગુરૂકુળના માધ્યમથી સનાતન સંસ્કૃતિ અને પ્રાચીન ગુરૂ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ સરાહનીય છે. મુખ્યમંત્રીએ કન્યાઓ માટે પણ ગુરૂકુળનું નિર્માણ થાય તેવી નૂતન પહેલ બદલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, દાતાઓ અને વિશેષત: મહિલા દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. અને રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના માધ્યમથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે એમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સરકારે દીકરીઓ મેડિકલ શિક્ષણ મેળવી શકે એ માટે ૧૨૮૫ દીકરીઓને MBBS ના ઉચ્ચ અભ્યાસ માટે સહાય પૂરી પાડી છે. 

કન્યા ગુરૂકુળમાં વિદ્યા, સદ્દવિદ્યા અને બ્રહ્મવિદ્યાનો સંગમ રચાશે એમ જણાવતાં મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, જેમ સ્વામિનારાયણ સંપ્રદાય દીકરીઓના ઉજ્જવળ ભાવિ માટે પ્રતિબદ્ધ બન્યો છે ત્યારે રાજ્ય સરકાર પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવી ‘અફસર બિટીયા’ બની સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનિર્માણમાં સિંહફાળો આપે એ માટે અવિરત કાર્યરત છે. સૌને શિક્ષણની સમાન અને ઉજ્જવળ તકો મળી રહે તે માટે રાજ્ય સરકારે સમરસ છાત્રાલયોના નિર્માણ કર્યા છે.

SHARE

Related stories

Latest stories