HomeGujaratBhavnagar: પૂ.મદનમોહન દાસ બાપુનો 115 વર્ષની વયે દેહવિલય – India News Gujarat

Bhavnagar: પૂ.મદનમોહન દાસ બાપુનો 115 વર્ષની વયે દેહવિલય – India News Gujarat

Date:

Bhavnagar: ભાવનગર શહેરમાં આવેલા ગોળીબાર હનુમાનજી મંદિરમાં છેલ્લા 7 દાયકા થી વધુ સમયથી સેવા બજાવતા પૂ.મદનમોહનદાસ બાપુનું નિધન થતા તેમના હજારો ભક્તોમાં શોકની લાગણી છવાઇ ગઇ. ભાવિકો પૂ.મદનમોહનદાસજી બાપુના પાર્થિવ શરીરના આજે સવારના 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

મંદિર નિર્માણમાં મદનમોહનદાસજીનો યોગદાન

સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરનાં મહંત શ્રી મદાનમોહનદાસજીનું નિધન 4 મે ના રોજ નિધન થવા પામ્યું છે. રામજી કી ઇચ્છા સેના એક વાક્યને પોતાના જીવનનો મંત્ર બનાવી નાનકડી દેરીમાંથી વિશાળ શિખરબદ્ધ મંદિરના નિર્માણમાં મદનમોહનદાસજી બાપુનો સર્વાધિક હતો. આ મંદિરમાં હનુમાનજીની ભવ્ય મૂર્તિ ઉપરાંત હિન્દુ સમાજના અનેક દેવદેવીઓના મંદિર અને મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. દરેક ભક્તો મંદિર પ્રત્યે આસ્થા ધરાવે છે. મહંત પૂ.મદનમોહનદાસજી મહારાજનો 115 વર્ષની વયે ગઈ રાત્રે 10 કલાકે દેહવિલય થયો હતો. ગોળીબાર મંદિરનાં ઇતિહાસ બાબત વાત કરીએ તો શહેરમાં આવેલ જવાહર મેદાનમાં આજથી અંદાજે 225 વર્ષ પહેલા અહીં લશ્કરના જવાનો ફાયરિંગની તાલીમ લેતાં હતાં. તે સમયે તેઓને અલૌકિક ચમત્કાર થયો અને આકાશી તેજ પ્રસર્યું હતું. ત્યારે તેઓને એક મૂર્તિ નજરે ચડી હતી જે આજે ભાવનગરની મધ્યમાં આવેલા ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે બિરાજમાન છે.

Bhavnagar: પૂ.મદનમોહન દાસ બાપુ ચલાવતા હતા અન્ન-સદાવ્રત

આ મંદિરના મહંત તરીકે મદનમોહનદાસજી બાપા હનુમાનજી મહારાજની સેવા કરી રહ્યા હતા અને પૂ.બાપા 100 વર્ષથી વધુ વય ધરાવતા હોય કેટલાક વખતથી નાદુરસ્ત તબિયત ધરાવતા હતા. ધાર્મિક તહેવારોમાં રામનવમી, હનુમાનજયંતિ, અન્નપૂર્ણા માતાજીનું વ્રત અને સાતમ, આઠમ તેમજ મહા શિવરાત્રી જેવા પાવન પ્રસંગોની ઉજવણી પણ મંદિરમાં ઉત્સાહભેર કરવામાં આવે છે. અહીં મંદિરમાં ગૌ સેવા, ભૂખ્યાને ભોજન અને સદાવ્રતના કારણે મંદિર ગુજરાત અને દેશભરમાં જાણીતું બન્યું છે. છેલ્લાં કેટલાક સમયથી આ મંદિરમાં હાલ મદનમોહનદાસ બાપાની સેવામાં સરજુદાસજી મહારાજ તેમજ કલ્યાણીબેન જોડાયેલા છે. મહંત મદનમોહનદાસજી બાપા છેલ્લા 70 વર્ષથી વધુ સમયથી શહેરમાં જુદી જુદી જગ્યાએ રહેતા લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે અન્ન ક્ષેત્રની સેવા આપી રહ્યા છે. સવારે જરૂરિયાતવાળા લોકોને છાશનું પણ વિતરણ કરવામાં આવે છે.

આફતોના સમયે કરતા ખાસ ભોજનની વ્યવસ્થા

મદનમોહનદાસજી બાપા માત્ર ગરીબોના બેલી નહિ પણ હિન્દુ ધર્મની માતા ગાયો માટે ગોશાળા મંદિરની સામે આવેલી છે તેમાં આજીવન ગૌ સેવા કરી. તહેવારોમાં ગાય માટે ઔરમુ તેમજ લાડવા અને માલપુવાનું ભોજન પ્રસાદીરૂપે પીરસવામાં આવે છે. પૂ.મદનમોહનદાસ બાપા દ્વારા ભૂકંપ હોય કે વાવાઝોડું કે અન્ય આફતોના સમયે ખાસ ભોજનની વ્યવસ્થા કરતા હતા. ભૂકંપ સમયે બાપા ખુદ તેમના સેવક સમુદાય સાથે કચ્છ દોડી ગયા હતાં અને હજારો લોકોને હનુમાનજી મહારાજની પ્રસાદી તરીકે કિટનું વિતરણ કર્યું હતું. વાવાઝોડાના સમયે સ્થાનિક લોકોને માટે કઢી ખીચડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

PHD student suicide case closed after eight years: PHD વિદ્યાર્થી રોહિત વેમુલા આત્મહત્યા કેસ આઠ વર્ષ પછી બંધ, જાણો સમગ્ર મામલો

તમે આ પણ વાંચી સકો છો :

200 Grams Of Drugs Caught : સુરતના માન દરવાજા પાસે ડ્રગ્સ મળી આવ્યું પોલીસને જોઈને ભાગી રહેલા યુવક ઝડપાયો

SHARE

Related stories

Latest stories