HomeGujaratBetter Electricity Service : હવે વધુ સારી વીજ સેવા પ્રાપ્ત થશે, વલસાડ...

Better Electricity Service : હવે વધુ સારી વીજ સેવા પ્રાપ્ત થશે, વલસાડ શહેરમાં રૂ.18 કરોડના ખર્ચે તૈયાર થનાર કચેરી – India News Gujarat

Date:

Better Electricity Service : વીજ કંપનીની સર્કલ કચેરીનું ઊર્જામંત્રીના હસ્તે ખાતમુહૂર્ત. વીજ ગ્રાહકોને વધુ ઉત્તમ સુવિધા સાથે સેવા ઉપલબ્ધ થશે.

પાવર હાઉસ ખાતે નવા બિલ્ડીંગના નિર્માણ માટે ખાતમુહૂર્ત

વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અદ્યતન નવીન સર્કલ કચેરી રૂ. 18 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે. ત્યારે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ્ હસ્તે. વલસાડ શહેરના દશેરા ટેકરી પાવર હાઉસ ખાતે નવા બિલ્ડીંગના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભૂમિપૂજન કરીને બાંધકામ શરૂ કરવામાં આવશે

યુક્રેન યુદ્ધ બાદ જલાઉ કોલસાની ઉભી થઈ ત્યારે દરમ્યાન વીજળીની અછત ઉભી થવા દીધી ન હતી.. અને આગળ પણ કોઈ સંકટના આવે એમાટે રાજ્ય નાણાં મંત્રી અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 18 કારોડના ખર્ચે નવી કચેરીનું ભૂમિપૂજન કરીને બાંધકામ શરૂ કરવામાં આવશે. અહિયાં એનવાયમેન્ટના જતન સાથે રાજ્યની બીજી અદ્યતન કચેરી બનાવવામાં આવશે. નવીન અદ્યતન કચેરીમાં ઊર્જા બચાવ માટે ઊર્જા સરંક્ષણના નિયમોને ધ્યાનમાં લઈને કચેરીનું નિર્માણ કરવામાં આવશે. જેમાં કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. તદઉપરાંત વેરીયેબલ રેફરીજન્ટ ફ્લો સિસ્ટમ સાથેના સેન્ટ્રલ એસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી વીજળીની બચત થશે. અધતન સુવિધા ધરાવતી નવી બનનારી કચેરી બનાવવામાં આવશે. જેમાં બેઝમેન્ટ પાર્કિંગ તેમજ ગ્રાઉન્ડ ફ્લોર સહિત પાંચ માળનું આયોજન કરવામાં આવ્યું છે. બેઝમેન્ટ પાર્કિંગમાં 50 કારની પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થશે. આગામી 3 વર્ષમાં આધુનિક સુવિધાઓ સાથેની કચેરી તૈયાર થશે.

Better Electricity Service : છેલ્લા એક વર્ષમાં કુલ 10 કચેરીઓના નવીન મકાનના બાંધકામ

આ કચેરીમાં સોલાર સિસ્ટમ, કેન્ટીન, કોન્ફરન્સ રૂમ અને 2 લેબોરેટરી પણ હશે. આ જ બિલ્ડિંગમાં સર્કલ કચેરીની સાથે વલસાડ શહેર વિભાગીય કચેરી અને વલસાડ ગ્રામ્ય વિભાગીય કચેરી કાર્યરત રહેશે. જેના થકી વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવા પ્રાપ્ત થશે. વલસાડ સર્કલ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વીજ કંપની દ્વારા છેલ્લા એક વર્ષમાં કુલ 10 કચેરીઓના નવીન મકાનના બાંધકામ પેટે અંદાજિત રૂ. 30 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. જેનાથી વીજ ગ્રાહકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે.

તમે આ પણ વાંચી સકો છો :

GUJARAT: ભરૂચ લોકસભા સીટ AAP પાસે ગઈ ત્યારે મુમતાઝ પટેલે વ્યક્ત કર્યું પોતાનું દર્દ, કહ્યું- હું ખૂબ જ દુઃખી છું…

તમે આ પણ વાંચી સકો છો :

Bharat Jodo Nyaya Yatra માં જોડાયા Akhilesh Yadav, થોડા દિવસ પહેલા જ થઈ હતી બેઠકની વહેંચણી

SHARE

Related stories

Latest stories