બંગાળમાં હિંસા :
બીરભૂમમાં અનેક ઘરોમાં આગ લગાવાઈ , 10 લોકો જીવતા સળગી ગયા , તૃણમૂલ નેતાની હત્યા બાદ ફાટી નીકળી હિંસા બાગુતી ગામમાં તૃણમૂલ નેતા ભાદુ શેખની હત્યા થઈ હતી પ.બંગાળના બીરભૂમમાં તૃણમૂલ નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા . અહેવાલો અનુસાર , બાગુતી ગામમાં તૃણમૂલ નેતા ભાદુ શેખની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે . આ પછી ટોળાએ અનેક ઘરોમાં આગ લગાવી દીધી હતી . આ દરમિયાન 10 લોકો જીવતા સળગી ગયા છે . એક જ ઘરમાંથી 7 મૃતદેહ મળ્યા છે . બોમ્બ ફેંકી હત્યા કરવામાં આવી સોમવારે મોડી રાત્રે બંગાળના બીરભૂમના રામપુરહાટમાં બોમ્બ ફેંકીને પંચાયત નેતા ભાદુ શેખની હત્યા કરવામાં આવી હતી . મળતી માહિતી મુજબ , શેખ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા . આ દરમિયાન અજાણ્યા લોકોએ તેમના પર બોમ્બ ફેંક્યો હતો , જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા . ત્યાર બાદ તેમને રામપુરહાટની મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા , જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા . આગમાં 10 લોકો જીવતા સળગી ગયા ભાદુ શેખ તૃણમૂલ કોંગ્રેસના નેતા હતા અને જ્યારે તેઓ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો .
ભાદુ શેખના મોતના સમાચાર સમગ્ર વિસ્તારમાં જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગયા હતા રાજકીય હત્યાને કારણે TMC માં સમર્થકોએ આ હુમલાના શંકાસ્પદોનાં ઘરોને આગને હવાલે કરી દીધા હતા . પોલીસે જણાવ્યું હતું કે હત્યાના મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આ મામલે તપાસ માટે SIT ની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે , જેમાં એડીજી વેસ્ટર્ન રેન્જ સંજય સિંહ , સીઆઈડી એડીજી જ્ઞાનવંત સિંહ અને ડીઆઈજી સીઆઈડી ઓપરેશન મીરજ ખાલિદ સામેલ છે . પોલીસે જણાવ્યું હતું કે બીરભૂમ જિલ્લાની બરશાલ ગ્રામપંચાયતના નાયબ વડા ભાદુ શેખની સોમવારે હત્યા કરવામાં આવી હતી . એ પછી જ રાત્રે આગની આ ઘટના બની હતી , જેમાં 10 લોકો જીવતા સળગી ગયા છે . ભાદુ શેઠ બાગુતી ગામના રહેવાસી હતા . બંગાળમાં થયેલી સૌથી મોટી રાજકીય હિંસામાંની એક ઘટના મળતી માહિતી મુજબ , હત્યા બાદ આ વિસ્તારના કોઈપણ ઘરમાં એકપણ પુરુષ સભ્ય બચ્યો નથી .
પશ્ચિમ બંગાળમાં હાલના સમયમાં આ સૌથી મોટી રાજકીય હિંસામાંની એક ઘટના છે . સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર , હુમલાખોરોએ ઘરોને આગ લગાવ્યા પહેલાં લોકોને તેમના ઘરમાં જ બંધ કરી દીધા હતા . હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ ચાલુ છે . બંગાળમાં થયેલી સૌથી મોટી રાજકીય હિંસામાંની એક ઘટના મળતી માહિતી મુજબ , હત્યા બાદ આ વિસ્તારના કોઈપણ ઘરમાં એકપણ પુરુષ સભ્ય બચ્યો નથી . પશ્ચિમ બંગાળમાં હાલના સમયમાં આ સૌથી મોટી રાજકીય હિંસામાંની એક ઘટના છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર , હુમલાખોરોએ ઘરોને આગ લગાવ્યા પહેલાં લોકોને તેમના ઘરમાં જ બંધ કરી દીધા હતા . હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ ચાલુ છે . થોડા દિવસો પહેલાં એક જ દિવસમાં બે કાઉન્સિલરની હત્યા કરવામાં આવી હતી પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની એક ઘટના 13 માર્ચે બની હતી . જ્યારે હાલમાં ચૂંટાયેલા બે કાઉન્સિલરોને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી . તેમાંથી એક TMC અને બીજા કોંગ્રેસ પાર્ટીના હતા . TMC ના નેતા અનુપમ દત્તા ઉત્તર 24 પરગણા જિલ્લામાં પાનીહાટી નગરપાલિકાના વોર્ડ નંબર 8 ના કાઉન્સિલર હતા , જ્યારે પુરુલિયાના ઝાલદામાં કોંગ્રેસના કાઉન્સિલર તપન કાંડુ ચાર વખત જીત્યા હતા . બંનેને બાઇક પર આવેલા યુવકોએ ગોળી મારી હતી . TMC નેતાની હત્યાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી . ગયા વર્ષે પણ ચૂંટણીપરિણામો બાદ હિંસામાં 16 લોકો માર્યા ગયા હતા પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની આ પહેલી ઘટના નથી . ગયા વર્ષે ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં બાદ હિંસામાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા .