HomeGujaratપંચમહાલના પોલીસ અધિકારી બન્યાં દબંગ, શ્રમિકને માર માર્યો હોવાના આક્ષેપ

પંચમહાલના પોલીસ અધિકારી બન્યાં દબંગ, શ્રમિકને માર માર્યો હોવાના આક્ષેપ

Date:

પંચમહાલના મોરવા પડફ પોલીસ મથકના પીએસઆઈએ એક શ્રમિકને માર માર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. શ્રમિક પોતાના વતન જતો હતો ત્યારે પોલીસે તેને એટકાવ્યો હતો અને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. તે પછી તેને મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, બીજા દિવસે પીએસઆઈએ પોલીસ સ્ટેશન બોલાવીને શ્રમિકને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પીએસઆઈએ માર માર્યા બાદ શ્રમિકને ફોન કરીને પોલીસ સ્ટેશનમાં જ કામ અપાવવાની લાલચ પણ આપી હોવાનો પીડિત શ્રમિકે દાવો કર્યો હતો. આ બનાવને પગલે સ્થાનિકોમાં પીએસઆઈ સામે રોષ ફેલાયો છે. તેમજ તેમની સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. તેમજ ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મોરવા હડફ પોલીસ મથકના પી.એસ.આઈ દ્વારા શ્રમિકને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. મોરવા હડફના શ્રમિકો ગત 9 મે ના રોજ ગોધરા તાલુકાના ઉદલપુર ખાતેથી મોરવા હડફના વેજપુર તેમજ આસપાસના શ્રમિકો કામ પતાવી પોતાના વતન વેજપુર જતા પોલીસે રોક્યા હતા. પોલીસ દ્વારા 9 મે ના રોજ બાઇક સવાર શ્રમિકને પકડી છોડી મુકવામાં આવ્યા બાદ ગઈકાલે ફરીથી પીએસઆઈએ પોલીસ મથકે બોલાવ્યો હતો. જ્યાં જાતિ અપમાનિત શબ્દો કહીને માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં માર માર્યા બાદ ગત રાત્રીના સમયે પી.એસ.આઈએ ફોન કરી પોલીસ મથકમાં કામ આપવાની લાલચ આપી હોવાનો પીડિતે દાવો કર્યો હતો.

SHARE

Related stories

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Stock Exchange : સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ : INDIA NEWS GUJARAT

સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ...

Latest stories