HomeGujaratBanaskantha Murder Case : બનાસકાંઠામાં થયેલ ચકચારી મર્ડરના ગુનામાં આરોપી ઝડપાયો, કુખ્યાત...

Banaskantha Murder Case : બનાસકાંઠામાં થયેલ ચકચારી મર્ડરના ગુનામાં આરોપી ઝડપાયો, કુખ્યાત આરોપી અરવિંદ ઉર્ફે અનિલ કાંઠીની ધરપકડ – India News Gujarat

Date:

Banaskantha Murder Case : સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી મોટી સફળતા. આરોપી અનિલ કાઠી પર અનેક જગ્યાએ ગંભીર ગુનાના આરોપો.

વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવાનાની ઝુંબેશ ચાલી રહેલ છે

ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર, સુરત શહેર નાઓએ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચને સુચના કરેલ હોય, જે અનુસંધાને અધિક પોલીરા કમિશ્નર સુરત ક્રાઈમ, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવાનાની ઝુંબેશ ચાલી રહેલ છે.

ઉપરા છાપરી છરીના ઘા મારી મફાભાઈ લુભાભાઈ પટેલની કરપીણ હત્યા

આજથી ચાર મહીના અગાઉ મફાભાઈ લુભાભાઈ પટેલ તથા તેની પત્ની હરિબેન મફાભાઈ પટેલ નાઓ બાઈક ઉપર ઠરાદ સેરાન્સ કોર્ટ મુદતેથી પરત આવી રહેલ ત્યારે આરોપીઓ ભગીરથ વર્ધાજી બારોટ, પિન્ટુ ઉર્ફે ભરત વર્ધાજી બારોટ, દશરથ બાબુભાઈ બારોટ તથા ત્રણ અજાણ્યા ઈસમોએ બોલેરો કાર તથા સ્વીફ્ટ કારમાં પીછો કરી ટડાવ-બાલુંત્રી રોડ ઉપર મફાભાઈ લુભાભાઈ પટેલની બાઈકને ટક્કર મારી પાડી દીધેલ અને તેઓની ઉપર સ્વીફ્ટ કાર ચઢાવી દઈ તેમની ઉપર આડેધડ ગોળીઓ વરસાવી તેમજ ઉપરા છાપરી છરીના ઘા મારી મફાભાઈ લુભાભાઈ પટેલની કરપીણ હત્યા કરવામાં આવેલ હતી. આ ગુના બાબતે બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે. આ ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે અરવિંદ ઉર્ફે અનિલ કાંઠી મુંબઈમાં સંતાયેલ હોવાની આધારભુત હકીકત મળતાં ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અને સુચના મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચની બે અલગ અલગ ટીમો મુંબઈ રવાના થયેલ અને મળેલ બાતમી હકીકત આધારે મુંબઈ વિરાર હાઈવે ઉપરથી અરવિંદ ઉર્ફ અનિલ કાઠીને પકડી પાડેલ છે.

Banaskantha Murder Case : આરોપિ જમીનનો કબજો પડાવી લેવા જેવા સંખ્યાબંધ ગંભીર ગુનાઓમાં પકડાઈ ચુકેલ છે

આ ગુનામાં પકડાયેલ અરવિંદ ઉર્ફે અનિલ કાંઠી સુરત, રાજકોટ, ગાંધીધામ, જામનગર, ભરૂચ, મહારાષ્ટ્રના નવાપુર ખાતે ખુન, ખુનની કોશીશ, મારામારી, ધાક ધમકી, આર્મ્સ એક્ટ, પ્રોહીબીશન તથા જમીનનો કબજો પડાવી લેવા જેવા સંખ્યાબંધ ગંભીર ગુનાઓમાં પકડાઈ ચુકેલ છે તેમજ જુનાગઢ, પાલનપુર, હિમંતનગર અને ભુજ ખાતે ચાર વખત પાસા હેઠળ અટકાયત થયેલ છે.

તમે આ પણ વાંચી સકો છો :

Semiconductor: હવે ભારતમાં બનશે સેમિકન્ડક્ટર ચિપ્સ, મોદી સરકારે આપી મંજૂરી

તમે આ પણ વાંચી સકો છો :

PM Surya Ghar Scheme: એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે

SHARE

Related stories

Latest stories