Banas Dairy: પાલનપુર તાલુકાના મોરિયા ગામે બનાસ ડેરી દ્વારા દૂધ દિવસ તેમજ મહિલા જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસ ડેરીના કર્મચારીઓ દ્વારા મહિલાઓને પશુઓની કઈ રીતે જાળવણી કરવાથી વધુ દૂધ નું ઉત્પાદન કરી શકાય તેમજ બનાસ ડેરી એ કરેલા વિકાસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
Banas Dairy: વધુ દૂધ ભરાવનાર મહિલાનું સન્માન કરાયું
પાલનપુર તાલુકાના મોરિયા ગામે બનાસ ડેરી દ્વારા દૂધ દિવસ તેમજ મહિલા જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. અહિયાં મોટી સંખ્યામાં હાજર મહિલાઓને વિવિધ પ્રકારની તાલીમ અને સમજણ આપી હતી જેનાથી દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય અને પશુપાલકો ને વધુ આવક થઈ શકે. તેમજ વધુ દૂધ ભરાવનાર મહિલાઓને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.
ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં કોંગ્રેસના એક રાજકીય નેતાએ બનાસ ડેરીના ભાવ વધારા સામે જાહેરમાં કરેલા નિવેદનને વખોડી કાઢી કહ્યું હતું કે તમારે લોકસભાની ચૂંટણી છે તો લોકસભાની ચૂંટણી રીતે ચૂંટણી લડો બનાસ ડેરીને ચૂંટણી આવશે તે સમયે તેની વાત થશે અત્યારે પોતાના રાજકીય એજંડા ને પાર પાડવા માટે બનાસ ડેરીને બદનામ કરવાનું બંધ કરો તેમજ મહિલાઓને પણ બનાસ ડેરી દ્વારા ભાવ વધારો મળતો હોય તો આવા નિવેદનો કરનારને એજ સમયે જવાબ આપવા સૂચન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપ લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી, બનાસ મેડીકલ કોલેજ ચેરમેન પી.જે ચૌધરી, સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે
તમે આ પણ વાંચી સકો છો :