HomeGujaratBad news for Farmers : છ કલાક વીજળીના નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી –...

Bad news for Farmers : છ કલાક વીજળીના નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી – India News Gujarat

Date:

 વીજળીના નિર્ણયથી  (Farmers ) ખેડૂતોમાં નારાજગી,ખેડૂત સમાજના અગ્રણીઓ મેદાનમાં આવ્યા – India News Gujarat

 (Farmers ) ખેડૂતોના મુદ્દે સંવેનદશીલ હોવાની વાતો કરતી રાજ્ય સરકારની (Government ) બેવડી નીતિ વધુ એક વખત ખુલ્લી પડી જવા પામી છે. એક તરફ ઉનાળુ (Summer ) પાકને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા  (Farmers )ખેડૂતોને આઠ કલાક વીજ પુરવઠો આપવાની મોટા પાયે જાહેરાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ આજથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના  (Farmers ) ખેડૂતોને માંડ છ કલાક વીજ પુરવઠો મળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે ખેડૂતોમાં પણ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. આ

  • આગામી દિવસોમાં આ મામલે વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે.

ઉર્જામંત્રીએ ખેડૂતોને 8 કલાક વીજળીની કરી હતી જાહેરાત – India News Gujarat

 દક્ષિણ ગુજરાતના  (Farmers ) ખેડૂતો દ્વારા વારંવાર સરકારને રજૂઆત કર્યા બાદ દક્ષિણ ગુજરાતના રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી મુકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, (Farmers ) ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં થશે. યોગ્ય વીજળીનો પુરવઠો ખેડૂતોને આપવામાં આવશે. તમામ ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી હતી. 1 એપ્રિલના દિવસે DGVCL સહિત વીજ કંપનીઓ દ્વારા આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.-Latest Gujarati News

બાગાયતી અને ઉનાળુ પાકને નુકસાનની આશંકા – India News Gujarat

પરંતુ આજે ફરી એક વખત  (Farmers ) ખેડૂતોને આઠ કલાકને બદલે માત્ર છ કલાક વીજળી આપવાની જાહેરાત થતાની સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો પાક અપૂરતી વીજળીને કારણે નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.સહકારી અગ્રણી દર્શન નાયકે જણાવ્યું કે સરકારે માત્ર 10 દિવસમાં પોતાની જાહેરાત કરતાં વિપરીત પરિસ્થિતિ ઊભી કરીને બતાવી છે.

પહેલી એપ્રિલના દિવસે રાજ્યના ઊર્જા મંત્રી દ્વારા આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને હવે  (Farmers) ખેડૂતોને છેતર્યા હોય તે પ્રકારે છ કલાક વીજળી આપવાની વીજ કંપનીએ જાહેરાત કરી છે. જેના કારણે શેરડી સહિતના બાગાયતી પાકને ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આગામી દિવસોમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો DGVCLકંપનીને રેલી આકારે જઈને રજૂઆત કરશે અને આ મુદ્દે આંદોલન શરૂ કરશે.Latest Gujarati News

જાહેરાતો વધુ એક વખત પોકળ સાબિત થઈ – India News Gujarat

હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા સુરત સહિત સમગ્ર રાજ્યના  (Farmers) ખેડૂતોને ઉનાળુ પાકમાં પિયત અને સિંચાઈ માટે કોઈ સમસ્યા ન ઉદ્ભવે તે માટે આઠ કલાક વીજ પુરવઠો પુરો પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ જાહેરાતો વધુ એક વખત પોકળ સાબિત થઈ ચુકી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ પાક લેનારા  (Farmers)ખેડૂતોને હવે વીજ પુરવઠાની ચિંતા સતાવી રહી છે. આજથી ડી.જી.વી.સી.એલ. દ્વારા ખેડૂતોને માત્રે છ કલાક વીજ પુરવઠાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે  (Farmers) ખેડૂતોમાં ભારોભાર આક્રોશની લાગણી જોવા મળી રહી છે.Latest Gujarati News

તમે આ વાંચી શકો છો: Good news for Farmers : દક્ષિણ ગુજરાતમાં ખેતીપાક માટે 8 કલાક વિજળી અપાશે

તમે આ વાંચી શકો છો: How to get zero rupees electricity bill : Zero વિજબીલ આવાનો સુરત મહાનગર પાલિકાનો દાવો 

 

SHARE

Related stories

Latest stories