‘Ayodhya Ki Jhalak’ : સમગ્ર સુરતમાં દિવાળી કરતાં વિશેષ ઉત્સવનો માહોલ. ભગવાન રામની ઠેરઠેર શોભાયાત્રાનું આયોજન કરાયું.
હજારોની સંખ્યામાં રામભક્તો જોડાયા
અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેર આખું રામમય ભક્તિમાં ફેરવાઈ ગયું છે. ઠેર ઠેર વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં “અયોધ્યા કી ઝલક” અંતર્ગત યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં રામભક્તો જોડાયા હતાં. જ્યાં ભગવાન શ્રીરામ, ભાઈ લક્ષ્મણ, પત્ની સીતા અને સેવક હનુમાનજીની અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી.
મહાનુભાવો દ્વારા મહા-આરતીનો પણ લાભ લેવામાં આવ્યો
સુરત માં “અયોધ્યા કી ઝલક” અંતર્ગત યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં રામભક્તો જોડાયા હતાં. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, સુરત મેયર દક્ષેશ માવાણી સહિત શહેર ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો દ્વારા મહા-આરતીનો પણ લાભ લેવામાં આવ્યો હતો. સુરતના ઉધના વિજયા નગર ખાતે યોજાયેલા “અયોઘ્યા કી ઝલક “ના ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિતિ ભાજપ પ્રદેશ અધ્યક્ષ. સી.આર પાટીલે જણાવ્યું હતું કે, વર્ષોથી દેશના લોકોની ઈચ્છા અને જે અપેક્ષા હતી. તેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરી. પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય કાર્યક્રમ કરીને લોકોનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સમગ્ર દેશના લોકો રામમય બની ગયા છે. ગલીએ ગલીએ તથા શેરીઓમાંથી નીકળતી વિશાળ શોભાયાત્રામાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. લોકોની જે આશા અને અપેક્ષા હતી. અને આ રામ મંદિર માટે લોકોએ જે પોતાનું બલિદાન આપ્યું છે. તે આજે ખરા અર્થમાં સાર્થક થવા જઈ રહ્યું છે.
‘Ayodhya Ki Jhalak’ : આખો દેશ હિલોળે ચઢ્યો
આ મંદિરના નિર્માણ માટે અનેક કાર સેવકોએ પણ પોતાનું બલિદાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોઈપણ કાંકરીચાળો થયા વિના. અને સૌને સાથે રાખીને મંદિરનું નિર્માણ કર્યું છે. તે અભિનંદનને પાત્ર છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ મંદિરો પૈકી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આખો દેશ હિલોળે ચઢ્યો છે. જેમાં ગુજરાત અને સુરત પણ સહભાગી બન્યું છે.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :