Attempted robbery નો વિડીયો જુવો – સુરતની ઘટના-India News Gujarat
Attempted robberyનો સુરત શહેરના અડાજણ વિસ્તારના સીસી ટીવી ફુટેજ વાયરલ થયા છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા સમૃધ્ધ ખેડૂતના ઘરમાં ત્રણ લુંટારૂઓએ પાલિકાના સ્ટાફના ડ્રેસમાં આવીને Attempted robbery કરી હતી જો કે, મહિલાએ ચાલાકી વાપરતા તેનું ઘર લુંટાતા બચી ગયું હતું.-India News Gujarat
Attempted robbery મહિલાએ ચાલાકી વાપરી-India News Gujarat
Attempted robberyની ઘટનાની વિગતો એવી છે કે, સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સી કે વિલા બંગલોઝમાં રહેતા તેજસ પટેલના ઘરે સવારે પોંણા અગિયાર વાગ્યાની આસપાસ ત્રણ યુવાનો પાલિકાના સ્ટાફના ડ્રેસમાં આવ્યા હતા. આ ત્રણેય યુવાનોએ ધાબા પર ચેકિંગ કરવા જવાનું કહી તેમના ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમજ કામ થઇ ગયુ છે એવુ કહી ત્રણેય યુવાનો જતા રહ્યા હતા. તેજસભાઇ પોતાના ઘરેથી તુરંત બહાર નીકળતા જ પાંચ સાત મિનીટમાં આ ત્રણેય અજાણ્યા લુંટારા Attempted robbery માટે ફરી તેમના બંગલામાં આવ્યા હતા અને એવુ કહ્યું હતું કે, ગાર્ડન ચેક કરવાનો રહી ગયો છે. જેથી મહિલાએ તેમને ઘરમાં પ્રવેશ આપ્યો હતો. ત્રણ પૈકી એક લુંટારૂએ મહિલાને પાછળથી પકડી લઇને તેનું મોં દબાવવા પ્રયાસ કર્યો હતો તેમજ મહિલાએ પ્રતિકાર કરતા તેનું ગળું દબાવવા લાગ્યો હતો. જેથી મહિલા સમય સૂચકતા વાપરીને બેભાન થવાનું નાટક કરી ઢળી પડી હતી. આ ત્રણેય લુંટારૂ ગભરાઇ ગયા હતા અને બંગલામાંથી નાસી છુટ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસી ટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. બનાવ અંગે જાણ થતા અડાજણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે હાલમાં આ Attempted robbery ની ઘટનામાં માત્ર અરજી લઇને તપાસ હાથ ધરી છે. શહેરમાં ચિંતા જનક રીતે ચોરી, લુંટ, હત્યા, બળાત્કારની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ નવી મોડસ ઓપરેન્ડીથી પોલીસની ચિંતામાં પણ વધારો થયો છે. હાલમાં અડાજણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટનાના સી સી ટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-EDએ ચીનની મોબાઈલ કંપની સાથે જોડાયેલા 44 સ્થળો પર દરોડા પાડ્યા
આપ આ પણ વાંચી શકો છો-Career in engineering વિશે સેમિનાર યોજાયો