HomeGujaratAttack On Labour : ટેક્ષટાઇલ માર્કેટમાં કર્મચારીને મારવાનો મામલો, માર્કેટમાં મજૂરી કરતાં...

Attack On Labour : ટેક્ષટાઇલ માર્કેટમાં કર્મચારીને મારવાનો મામલો, માર્કેટમાં મજૂરી કરતાં મજૂર પર થયો હતો હુમલો – India News Gujarat

Date:

Attack On Labour : બિલ્ડર અને મેનેજર દ્વારા અન્ય લોકો સાથે મળી કરાયો હુમલો. પોલીસ ચાર લોકોની કરી હતી ધડપકડ.

ચારેક જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી

સુરતના પુણા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલનો વિડિયો વાયરલ થયેલ જેમાં. એક મજદૂર જેવા યુવકને કેટલાક ઈસમો બેરહમીપૂર્વક માર મારી રહ્યા હતા. ત્યારે તેને છોડાવવા પડેલ અન્ય મજબૂરીઓને પણ આ યુવકો દ્વારા ઢીકા મૂકીનો માર મારવામાં આવેલ હતો. સુરત પોલીસના જણાવ્યા અનુસાર એક પક્ષ તરફે મારામારીની ફરિયાદ જ્યારે બીજા પક્ષની એનસી ફરિયાદ લઈ. ચારેક જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

મેનેજર અને માલિક ઉશ્કેરાય જઈ એ યુવકને ભૂંડી ગાળો આપી

સુરતના પુણાગામ વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ ટાવરમાં પાર્સલનું કામ કરતા એવા મજૂરને રાજ ટેક્સટાઇલ ટાવરના મેનેજર અને બિલ્ડર. તથા અન્ય બે થી ત્રણ ઈસમો દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરત પોલીસી વિડીયો ની ખરાઈ કરી પુણા પોલીસ સ્ટેશનમાં બંને તરફ ફરિયાદ લેવામાં આવી હતી. જે ફરિયાદમાં એવું સામે આવ્યું હતું કે. કોઈક યુવક દ્વારા સિગરેટ પીને કમ્પાઉન્ડ એરિયામાં નાખી દેતા ત્યાં મુકેલો કાપડનું પાર્સલ મહદ અંશે બળી ગયું હતું. જેની તપાસ ત્યાં ના જવાબદાર લોકો કરી રહ્યા હતા. ત્યારે એક યુવક પર શંકા જતા તેમને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે. હું નથી એવું હોય તો તમે સીસીટીવી ચેક કરી લો. તેથી મેનેજર અને માલિક ઉશ્કેરાય જઈ એ યુવકને ભૂંડી ગાળો આપી હતી. અને એક સંપ થઈ આ મજદુર પર તમામ લોકો તૂટી પડ્યા હતા. અને બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો.

Attack On Labour : પોલીસે યુવકને માર મારતા એવા મેનેજર બિલ્ડર અને તેની સાથેના અન્ય બે ઇસમોની ધરપકડ

આ બનાવ બાદ પુણા પોલીસે યુવકને માર મારતા એવા મેનેજર બિલ્ડર અને તેની સાથેના અન્ય બે ઇસમોની ધરપકડ કરી. આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પકડાયેલા ચારેય આરોપીઓ માંથી કેટલાક આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. આ સમગ્ર બનાવવામાં પુણા પોલીસે તેની કામગીરી પૂર્ણ કરી હતી. અને યોગ્ય દિશામાં તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે ઘટના સાથળે જય અમારા સંવાદદાતા અમિત રાજપૂતે માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી


SHARE

Related stories

Latest stories