ATM Machine Tampering Gang ARRESTED : આરોપીઓ પોલીસ CCTV આધારે ઓળખ કરીને ઝડપી પાડયા આરોપીઓ પાસેથી 5 લાખનો મુદ્દામાલ ઝડપાયો.
ગેંગ વિશે બેંક દ્વારા ટાઉન પોલીસમાં ફરિયાદ કરી હતી
બેન્ક એટીએમમાં નાણાંકીય વ્યવહાર કરવા આવતા નવસારી શહેરમાં અલગ અલગ ATM ઉપર છેડછાડ કરી પૈસા મેળવી નાસી જતી આ ગેંગ વિશે બેંક દ્વારા ટાઉન પોલીસમાં ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે સીસીટીવી જોઈને આરોપીની ઓળખ કરી વોચ ગોઠવી હતી અને વિરાવળથી રીંગરોડ વચ્ચે આ બે આરોપીઓ ફરિવાર ATM માં છેડછાડ કરવાના ઇરાદે પ્રવેશ કરતા પોલીસે બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યા હતા.
કુલ 5,71,600 નો મુદ્દા માલ મળી આવ્યો હતો
બેન્ક એટીએમમાં ટેમ્પરિંગ કરીને અને બઁક એટીએમમાં કોઈક રીતે છેડછાડ કરીને ગ્રાહકોના નાણાં પડાવી લઈને નાશી જતાં બે રીઢા ગુનેગારોને પોલીસ ઝડપી પાડયા છે.. બેન્ક દ્વારા ગ્રાહકોને છેતરતી આ ગેંગ વિષે ફરિયાદ આપ્યા બાદ ટાઉન પોલીસે આરોપીઓને ઝડપી પાડતા તેમની પાસેથી 28 નંગ ક્લાસિક ની પટ્ટી પીળા કલરના લેબલ વાળી ફેવી ક્વિકની બોટલ, 61,500 રોકડા, બે મોબાઈલ ત્રણ એટીએમ કાર્ડ સહિત હ્યુન્ડાઈ કંપનીની એક્સન્ટ ફોરવીલર કાર મળી કુલ 5,71,600 નો મુદ્દા માલ મળી આવ્યો હતો. આ આરોપીઓ નવસારી શહેરમાં અલગ અલગ ATM ઉપર છેડછાડ કરી પૈસા મેળવી નાસી જતી આ ગેંગ વિશે બેંક દ્વારા ટાઉન પોલીસમાં ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે સીસીટીવી જોઈને આરોપીની ઓળખ કરી વોચ ગોઠવી હતી અને વિરાવળથી રીંગરોડ વચ્ચે આ બે આરોપીઓ ફરિવાર ATM માં છેડછાડ કરવાના ઇરાદે પ્રવેશ કરતા પોલીસે બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યા હતા.
ATM Machine Tampering Gang ARRESTED : ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડી કેસને ઉકેલ્યો છે
નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક વી એન પટેલ જણાવે છે કે આરોપીઓ દ્વારા ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ATM માં છેડછાડ કરવાનો ગુનો ઉકેલાયો છે બાતમીના આધારે વીરાવળથી રીંગરોડ જતા માર્ગ ઉપર બંને આરોપીઓને ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડી કેસને ઉકેલ્યો છે આ આરોપીઓ ATM સાથે છેડછાડ કરીને ગ્રાહકોના પૈસા લઈને નાસી જતા હતા જેના આધારે સીસીટીવી અને અન્ય ઈનપુટ મેળવ્યા બાદ બાતમીના આધારે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Dandi Satyagrah Day: ૯૪ વર્ષ પહેલાં ગાંધીજીએ ભીમરાડ સભા સંબોધી હતી
તમે આ પણ વાંચી સકો છો :
Diamond Bourse: 1575 કરોડના પ્રોજેક્ટના નિર્માણમાં નાણાકીય વિવાદ સર્જાયો