HomeGujaratAssault Case: પલસાણા તાલુકામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા -...

Assault Case: પલસાણા તાલુકામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા – INDIA NEWS GUJARAT

Date:

Assault Case: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામેથી 10 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પાંચ દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ હતી. બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર બે નરાધમોની પોલીસએ ધરપકડ કરી લીધી છે.

ગુમ થયેલી બાળકી 6 દિવસ બાદ મૃત મળી હતી

પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે રહેતી એક 10 વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી. દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનો એ કડોદરા પોલીસને જાણ કરી હતી. જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી. સાથે જ સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા એલસીબી અને એસોજીની ટીમ પણ બાળકીને શોધવામાં કામે લાગી હતી. જેથી પોલીસએ આજુબાજુના ગામની સીમમાં પણ શોધવાના પ્રયાસ કર્યા હતા.

બાળકી ગુમ થયાને છઠ્ઠા દિવસે બપોરના સમયે ગુમ થયેલ 10 વર્ષીય. બાળકીનો તાતીથૈયા ગામેથી જ અવરું જગ્યાએ ઝાડી માંથી મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. અને પીએમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાંનું પણ જણાયું હતું. નરાધમો અન્ય કોઈ નહીં પરંતુ નજીકમાં રહેતા 23 વર્ષીય દિપક શિવદર્શન કોરી તેમજ અનુજ સુમન પાસવાન નામના બે નરાધમોની પોલીસએ ધરપકડ કરી લીધી છે.

Assault Case: નજીકમાં રહેતા બંને આરોપી દુષ્કર્મ કરી હત્યા કરી હતી

બંને નરાધમોએ ઘટનાના દિવસે ગુના વાળી જગ્યા એ બેસેલા હતા. જ્યાં આંબલી ખાવા માટે બાળકી આવી પોહચી હતી. જેથી બાળકી ને જોઈ બંને યુવાનો ના મનમાં વાસના સળવળી ઉઠી હતી. બંને યુવાનો બાળકીને ઝાડીમાં લઇ જઇ વારાફરતી દુષ્કર્મ કર્યું હતું. બાળકી એજ સોસાયટીમાં રહેતી હોય પકડાઈ જવાની બીકે બંને નરાધમોએ બાળકીને ગળું દબાવી હત્યા કરી ઝાડીમાં મૃતદેહ મૂકી જતા રહ્યા હતા.

તમે આ પણ વાંચી સકો છો :

Visa Fraud: વિદેશ જવાની ઘેલછામાં પરિવાર છેતરાયો, 30 લાખ જેટલા રૂપિયાનો ચુનો લાગ્યો

તમે આ પણ વાંચી સકો છો :

Loksabha Elections: ‘ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ’

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories