Ashoka Tree Distribution: 21000 અશોક વૃક્ષનું વિતરણ કાર્ય
માતા સીતા જેની છાયામાં લંકામાં રહ્યા એ અશોક વૃક્ષ
પર્યાવરણની દ્રષ્ટિએ અશોક વૃક્ષના અન્ય ઘણા ફાયદા
અયોધ્યામાં 22 જાન્યુવારીનાં રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહ્યો છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં આવેલી આશ્રમ શાળામાં સામાજિક સંસ્થા દ્વારા સીતા આશોક વુક્ષ અને તેના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Ashoka Tree Distribution: વાતાવરણમાં ઑક્સીજન ઉત્સર્જનમાં વધારો કરે અશોક વૃક્ષ
જેમ જેમ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે. તેમ તેમ દેશ અને રાજ્યમાં લોકો સંસ્થાઓ દ્વારા અલગ અલગ રીતે શ્રી રામનાં આગમનને લઈ જુદી જુદી રીતે સ્વાગત કાર્ય કરવામાં આવી રહ્યું છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલી આશ્રમ શાળાના આંગણે હટસ એન્ડ વર્ક એનજીઓ દ્વારા રામ ભગવાનનાં સ્વાગતમાં 21000 થી વધુ સીતા અશોક વુર્ક્ષો અને તેના રોપા વિતરણનું ભગીરથ કાર્યનું બીડું ઉચક્યું છે. આ કાર્યને પાર પાડવામાં મદદ રૂપ થવા માટે ગુજરાત પોલ્યુશન બોર્ડ સુરતનાં અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે.
કહેવાય છે કે આ વુર્ક્ષ એજ છે જેની છાયા નીચે માતા સીતા લંકામાં બેઠા હતા પ્રભુ શ્રી રામની વાટ જોઈને. આ વૃક્ષ સુરત અને તેની આજુ બાજુના આવેલા વિસ્તારમાં રોપણી કરવામાં આવશે. આ વિશે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિએ કાર્યક્રમના આયોજક અને પ્રદૂષણ નિયંત્રણ બોડના મુખ્ય અધિકારી સાથે વાત કરી ને જાણવાની કોસિસ કરી અશોક વૃક્ષના મહત્વ વિષે જાણકારી મેળવી હતી.
તમે આ પણ વાચી શકો છો :