HomeGujaratBJP કાર્યાલય પર APPના પ્રમુખ બેભાન થયા - India News Gujarat

BJP કાર્યાલય પર APPના પ્રમુખ બેભાન થયા – India News Gujarat

Date:

APP કાર્યકરો નવસારીમાં BJP કાર્યાલય પર ગીતા આપવા જતા હોબાળો  – India News Gujarat

નવસારીના સાંસદ અને BJPના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આપવામાં આવેલા કૃષ્ણ અને સુભદ્રાના નિવેદન અંગે આજે નવસારી BJP કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી APPના કાર્યકરો દેખાવો કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં APPના કાર્યકરો દ્વારા ભાજપ કાર્યકરોને શ્રીમદ ભગવત ગીતા પુસ્તક આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. APPના નવસારીના પ્રમુખ દ્વારા પણ આ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી અને તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસ નવસારીના APPના પ્રમુખને ઉચકીને જીપ સુધી લઇ ગઇ હતી જેનો APP કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ સમયે જ અચનાક નવસારી APPના શહેર પ્રમુખ બેભાન થઇને ઢળી પડ્યા હતા. તેમને તુરંત પાણી આપવામાં આવ્યુ હતું તેમજ આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી.  – India News Gujarat

 

પ્રદેશ પ્રમુખના કૃષ્ણ સુભદ્રાના નિવેદન અંગે ઠેર ઠેર વિરોધ  – India News Gujarat

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કૃષ્ણ અને સુભદ્રા અંગે આપવામાં આવેલા નિવેદનને કારણે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. અન્ય રાજકીય પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા આ નિવેદન સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમજ સી આર પાટીલ જાહેરમાં માફી માંગે એવી માંગણી પણ કરવામાં આવી રહી છે. આ વિરોધના ભાગ રૂપે જ નવસારી APPના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસે કેટલાક APP કાર્યકરોની અટકાયત કરી હતી. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઇ પણ પ્રકારની અરાજકતા ન સર્જાય તેના માટે નવસારી BJP કાર્યાલય આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નવસારીમાં APP દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનની અન્ય સ્થળો પર પણ APPના કાર્યકરો અને નેતાઓ દ્વારા નોંધ લેવામાં આવી છે. આગામી દિવસોમાં આપ દ્વારા હજુ પણ વધારે ઉગ્ર દેખાવો કરવામાં આવશે એવુ લાગી રહ્યુ છે.  – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-IPLની મેચ પર ગુજરાતમાં સટ્ટા રેકેટનો સુરતમાં પર્દાફાશ

આપ આ પણ વાંચી શકો છોઃ-Woman Scolded The BJP MLA : surat માં ભાજપના ધારાસભ્યનો મહિલાએ ઉધડો લીઘો

 

SHARE

Related stories

Latest stories