ક્રાઇમ બ્રાન્ચ-સુરત દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા મિસિંગ/અપહરણના ગુન્હાઓ બાબતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા ક્રાઇમ બ્રાન્ચ (મિસિંગ સેલ)-સુરત દ્વારા સનરાઇઝ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન, ઉધના ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ તથા મિસિંગ/અપહરણના ગુન્હાઓ બાબતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જી.એ.પટેલ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, કરણસિંહ અને સંગીતાબેન તેમજ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ અને જોગેન્દ્રભાઇ દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને હ્યુમન ટ્રાફિકિંગ અને અપહરણના ગુન્હાઓ વિષે વિસ્તૃતમાં માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના સંસ્થાપકશ્રી પ્રદિપ શિરસાઠ, પ્રશિક્ષકશ્રી શિવરાજભાઈ સાવળે(હેડ કોન્સ્ટેબલ.બી.એસ.એફ – સેવાનિવૃત્ત), કમલેશભાઈ શિરસાઠ, કૌશલભાઈ બાગળે ઉપસ્થિત રહ્યા હતા.