સમગ્ર દેશ કોરોનાની વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. કોરોના મામલે ગુજરાતમાં સતત સક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે હવે કોરોનાના કહેર દરમિયાન જ ગુજરાતના માથે વધુ એક સંકટ આવ્યો છે.
ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ પણ ઊભું થયું છે. હાલ જે ડિપ્રેશન ઓમાન-મસ્કત તરફ છે તે આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે… આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે… હાલ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. આ અસરને જોતા પોરબંદર દરિયામાં બંદરે એક નંબરનું સિગ્નલ લગાડાયું છે.અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે.