- Ammonia gas leakage:ગેસ લિકેજ ઈમરજન્સીમાં બચાવ રાહતકાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ
- ઈમરજન્સીમાં વિવિધ વિભાગો દ્વારા બચાવ અને રાહતના પગલાઓનું નિદર્શન
- ભેસ્તાનની નવીન ફ્લોરીન ઈન્ટરનેશનલ લિ.ના પ્લાન્ટમાં લિક્વીડ એમોનિયા ગેસથી ભરેલા ટેન્કરમાં લિકેજ થતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
- કંપનીના ઈમરજન્સી સંસાધનો, મનપાના ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર વિભાગ, સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ૪૦ મિનીટની જહેમતના અંતે ગેસ લિકેજ પર કાબૂ મેળવાયો હતો.
Ammonia gas leakage:૩ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
- ગેસ લિકેજના કારણે સંક્રમિત થયેલા ૩ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
- વાસ્તવમાં આ દુર્ઘટના નહીં, પણ એક મોકડ્રીલ હતી. આજે નવીન ફ્લોરીનમાં ગેસ લિકેજની ઈમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહતકાર્યની મોકડ્રીલ યોજાઈ હતી.
- જેનો હેતુ ગેસ લિકેજ જેવા સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં સતર્કતા જાળવવા, જાનહાનિ થતી અટકાવવા સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો.
બપોરે ૧૨.૦૩ વાગ્યે કંપનીમાં ગેસ ટેન્કરના ટોપ અનલોડીંગ વાલ્વમાંથી ગેસ લિકેજ થવા લાગ્યો હતો. જેની જાણ વેબ્રિજ ઓપરેટરને થતા તેણે સાઈટ ઈન્ચાર્જ અને સાઈટના મેઈન કંટ્રોલરને જાણ કરી હતી, જેથી કંપનીના ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઈમરજન્સી કન્ટ્રોલ ગ્રુપ દ્વારા લિકેજને રોકવાના પ્રયાસો શરૂ કરાયા હતા.
- પરંતુ ગેસ લિકેજ વધતું હોવાથી ૧૨.૧૦ વાગ્યે ઓનસાઈટ ઈમરજન્સી જાહેર કરાઈ હતી. ૧૨.૧૭ વાગ્યે લોકલ ક્રાઈસીસ ગ્રુપને જાણ કરાઈ હતી.
- સિટી પ્રાંત અધિકારીશ્રીના વડપણ હેઠળના સુરત લોકલ ક્રાઈસીસ ગ્રુપ કમાન્ડે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી તત્કાલ ઓફસાઈટ ઈમરજન્સી જાહેર કરી હતી.
- ટેન્કરની ચારેબાજુથી પાણીનો મારો શરૂ કરાયો હતો. આખરે લિકેજને બંધ કરવામાં સફળતા મળી હતી.
- લોકલ ક્રાઈસીસ ગ્રુપના અધ્યક્ષ વતી ઉપસ્થિત ઉધના મામલતદારશ્રી એ.આર. નાયકે ૧૨.૪૩ વાગ્યે ઓલ ક્લિયરન્સ આપ્યું હતું.
ગેસ લિકેજના કારણે સંક્રમિત થયેલા ૩ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પહોંચાડયા હતા, કંપની અને ફાયર, ડિઝાસ્ટર તંત્રના સંયુક્ત પ્રયાસોથી ઉભી થયેલી ઈમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી.
મોકડ્રીલના ડી-બ્રિફિંગ દરમિયાન તમામ વિભાગોના અધિકારીઓએ પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સૂચનોની આપલે કરી હતી.- અહીં તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. રાહત બચાવમાં રહેલી ક્ષતિઓ નિવારવા મંથન પણ કરાયું હતું.
આ તાલીમ ખૂબ ઉપયોગી બની રહે છે એવો મત સૌએ વ્યક્ત કર્યો હતો.
- ઈમરજન્સીની સ્થિતિમાં ઓછા સમયમાં જાનમાલના નિવારવા સાથે ગેસ લિકેજને અટકાવવાના પ્રયાસો અંગે પ્રેક્ટીકલ નિદર્શનથી જ્યારે વાસ્તવિક ઘટનાઓ બને ત્યારે આ તાલીમ ખૂબ ઉપયોગી બની રહે છે એવો મત સૌએ વ્યક્ત કર્યો હતો.
- સંયુક્ત નિયામકશ્રી, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરત કચેરી દ્વારા આયોજિત આ મોકડ્રીલમાં લોકલ ક્રાઈસીસ ગ્રુપના મેમ્બર સેક્રેટરી રાકેશ જોષી, નવીન ફ્લોરીનના સાઈટ હેડ રાધેશ્યામસિંઘ, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરત કચેરીના આસિ. ડિરેક્ટર આર.આર. જોષી, એસ.સી.પી. આઈ.એન.પરમાર, GPCBના આર.બી.કોઠારી, ભેસ્તાન પી.આઈ. એચ.એમ.ગઢવી, જિલ્લા ડિઝાસ્ટરના સૌ સભ્યો, આરોગ્ય. ફાયર અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ પણ વાંચી શકો છો :
તમે આ પણ વાંચી શકો છો :
Shortage Of Water : ડાંગ જિલ્લાના ગામડાઓમાં પાણી તંગી, તમામ નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો