HomeGujaratAmit Shah in Gujarat: ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ...

Amit Shah in Gujarat: ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ – India News Gujarat

Date:

Amit Shah in Gujarat

ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Amit Shah in Gujarat: ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ અને આહાર કેન્દ્રનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ દ્વારા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે. GMERS કોલેજ ખાતે ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરનારુ ગુજરાત દેશમાં પાંચમું રાજ્ય બન્યું છે. કેન્દ્રિય ગૃહ મંત્રી  અમિત શાહે નવનિર્મિત ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ કોલેજની મુલાકાત લઇ તેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. તેમણે હોસ્પિટલ પરિસરમાં હાજર આરોગ્ય કર્મીઓ-પ્રજાજનો વચ્ચે જઈ તેમનું અભિવાદન પણ ઝીલ્યું હતું. India News Gujarat

Amit Shah in Gujarat-1

સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કાર્યરત થતાં નિદાન સરળ અને સચોટ બનશે

Amit Shah in Gujarat: અત્રે ઉલ્લેખનીય છે કે, ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કાર્યરત થવાથી બાળકોમાં જન્મજાત બહેરાશ, સાંભળવાને લગતી કોઈ પણ તકલીફ, ચેતા તંત્રના રોગના કારણે થતી બોલવાની, સમજવાની અને ભૂલવાની તકલીફ, પક્ષઘાત અથવા પેરાલીસીસ અને સેરેબ્રલ સ્ટ્રોકથી પીડિત દર્દીઓના પુર્નવસન તેમજ કોમ્પુટરાઇઝ્ડ સોફ્ટવેર દ્વારા નિદાન સરળ અને સચોટ બનશે. India News Gujarat

Amit Shah in Gujarat-3

ધોરણ 12 પછી સ્નાતક કક્ષાનો નવો પેરામેડિકલ કોર્સ

Amit Shah in Gujarat: સોલા સિવિલ હોસ્પિટલના ENT ( કાન-નાક-ગળા)ના વિભાગ હેઠળનો ધોરણ 12 પછી સ્નાતક કક્ષાનો નવો આરોગ્ય સ્વાસ્થ્ય લક્ષી અભ્યાસક્રમ બેચલર ઈન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી BASLP (બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી,) આ એક પેરામેડિકલ કોર્સ છે. જેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષ સાથે 1 વર્ષની ઇન્ટર્નશીપ છે. જેમાં દર વર્ષે 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. India News Gujarat

Amit Shah in Gujatat-2

આહાર કેન્દ્રમાં દાખલ દર્દીના સ્વજનોને વિનામૂલ્યે મળશે ભોજન

Amit Shah in Gujarat: સોલા સિવિલ હોસ્પિટલમાં બ્લોક “C” સામે શરૂ કરાયેલા “આહાર કેન્દ્ર”માં હોસ્પિટલમા દાખલ દર્દીના સ્વજનોને સવારે 9:00થી બપોરે 1:00 વાગ્યા સુધીમાં વિના મૂલ્યે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. India News Gujarat

Amit Shah in Gujarat

આ પણ વાંચોઃ Mission Gujarat-2022: શું પ્રશાંત કિશોર કોંગ્રેસ તરફ વળશે? રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે થઈ મુલાકાત – India News Gujarat

આ પણ વાંચોઃ Indian Traditional Medicine System: भारत की पारंपरिक चिकित्सा पद्धति को डब्ल्यूएचओ ने दी स्वीकृति

SHARE

Related stories

Latest stories