Amit Shahના હસ્તે સુમુલના સત્વ ફોર્ટીફાઇડ અને ચક્કીઆંટા પ્લાન્ટનું ઉદઘાટન-India News Gujarat
Home and Co-operation Minister Amit Shah આજે તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃધ્ધિ’ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન સ્થળે કેન્દ્રીય મંત્રી Amit Shahના હસ્તે સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. સાથે નવી પારડી ખાતે બનનારા આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવર વેર હાઉસનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. Amit Shah જણાવ્યું હતું કે, આઝાદીનું 75મું વર્ષ દરેક માટે મહત્વનું છે. ગુજરાતમાં સહકાર ક્ષેત્રથી સમૃધ્ધિ આવી છે. Home Minister Amit Shahએ પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે, પશુપાલકોનો વિકાસ થાય તે હેતુથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા સહકારીતા મંત્રલાય વિભાગની રચના કરવામાં આવશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા. Amit Shah એ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, દૂધ ઉત્પાદકોને મારા રામ રામ અને પ્રણામ. ઐતિહાસિક સંમેલન તાપી ભૂમિ પર યોજાયું છે. આ કાર્યક્રમ સહકારી માળખું કેટલુ મજબૂત થયું છે તેની સાક્ષી મળે છે. આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવનું છે.-India News Gujarat
200 Literથી શરૂ થયેલી સુમુલની યાત્રા 20 લાખ Liter સુધી પહોંચી-India News Gujarat
Amit Shah એ જણાવ્યું હતું કે, 200 લીટરથી શરૂ થયેલી સુમુલ ડેરીની યાત્રા 20 લાખ લીટર સુધી પહોંચી છે. ખેડૂતો ભાઈ-બહેનોના પરિશ્રમ માટે દર રોજ 7 કરોડ રૂપિયા અઢી લાખ સભાસદના બેંક ખાતામાં સીધા પહોંચે છે. આદિવાસી બહેનોના ખાતામાં જે રૂપિયા જમા થાય છે, તે ચમત્કાર સહકારી આંદોલન અને સંઘબળનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરી સહકારી આંદોલનને મજબૂત કરવાનું કામ કર્યું છે. ગુજરાતના લોકોએ સહકારનો ચમત્કાર જોયો છે. અમુલ વૈશ્વીક બ્રાન્ડ બની છે અમુલ 53 હજાર કરોડ રૂપિયાનું ટન ઓવનું કામ કરે છે તે દર્શાવે છે કે સહકારીતા આંદોલન કેટલું મજબૂત છે.India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Rainfall : ડાંગના વાતાવરણમાં અચાનક પલટો