HomeGujaratAIRPORT/2001થી વિકાસના નામે કાંઠા વિસ્તારના ખેડૂતોના હક્કો ઉપર તરાપ/INDIA NEWS GUJARAT

AIRPORT/2001થી વિકાસના નામે કાંઠા વિસ્તારના ખેડૂતોના હક્કો ઉપર તરાપ/INDIA NEWS GUJARAT

Date:

2001થી વિકાસના નામે કાંઠા વિસ્તારના ખેડૂતોના હક્કો ઉપર તરાપ
ઓથોરિટીએ અત્યારસુધી ત્રણ પ્લાન બનાવ્યા
એરપોર્ટ ઓથોરિટીએ ઓબ્સ્ટ્રેકલ કરવાનો હોય
દર બે વર્ષે ઓબ્સ્ટ્રેકલ કરવાનો નિયમ હોય જે કર્યું નથી

સુરત એરપોર્ટના વિકાસ માટે રિઝર્વ રાખવામાં આવેલી જગ્યાનો ઉપયોગ થયો નથી અને હવે નવો પેરેલલ રન-વે બનાવવાની વાતને લઇ કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. હાલમાં એરપોર્ટ ઉપર જે રન-વે છે તેમાં જ ઓબ્સ્ટ્રેકલ સરવે તેમજ ઓએનજીસીની પાઇપલાઇન નડતરરૂપ છે. આ સમસ્યા નવો રન વે માટે પણ સામે આવશે. આ જ કારણે નવો રન-વે બનાવવો અશક્ય છે.

ખેડૂતો હવે પોતાની રિઝર્વેસન માં મુકાયેલી જમીન પાછી લેવા જંગ છેડી રહયા છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ ઓથોરિટીએ ક્યારેય પણ પેરેલલ રન-વ માટે જમીન માંગી નથી. હાલમાં એરપોર્ટ છે તે 100 થી 200 ફ્લાઇટ ઓપરેટ કરવા માટે સક્ષમ છે અને કોઇ નવો રન-વે બનાવવાની જરૂર નથી. ખેડૂતોએ આજે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, 19 વર્ષથી રિઝર્વેશન રાખેલી જગ્યામાં સરકાર રમત રમી છે અને ખેડૂતોના હક્કો ઉપર તરાપ મારી રહી છે. ખેડૂતો આ જગ્યા વેચી શકતા નથી કે તેની ઉપર કોઇ વિકાસ કરી શકતા નથી, આવી રજૂઆત સાથે જ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને તમામ જગ્યાને રિઝર્વેશનમાંથી મુક્ત કરીને રેસીડેન્સ ઝોન જાહેર કરવાની માંગ કરી હતી. કિસાન સંઘના પ્રમુખ કાંતિભાઇ પટેલે કહ્યું હતું કે, 2006માં એસએમસીના હદવિસ્તરણમાં આભવા, ખજોદ, ભીમપોર, ડુમસ, સુલતાનાબાદ, વાંટા, ગવિયર અને મગદલ્લા ગામની ખેડૂતોની જગ્યા મનપામાં આવી હતી. ત્યારથી તેઓ વેરો પણ ચૂકવે છે, તે સમય દરમિયાન રિઝર્વેશનને લઇને ડ્રાફ્ટ ટીપી મુકાઇ હતી. 20 વર્ષ કરતા વધુ સમયથી વિકાસના નામે ખેડૂતોના હક્કો ઉપર તરાપ મરાયો છે. સુડાંએ પોતાના નામે જૂનુ રિઝર્વેશન ચાલુ રાખ્યું છે જે ગેરકાયદેસરનું છે. હાલમાં જે 700 હેક્ટર જમીન રિઝર્વેશનમાં મુકી છે તે જગ્યા એસસી-એસટી અને ટ્રાયબલ લોકોની છે, જો સરકાર આ જગ્યાને રિઝર્વેશનમાં મુકી દેશે તો માત્ર ગામડા જ વધશે, ખેડૂતો પોતે ખેડૂત હોવાના હક્ક ગુમાવી બેસશે. આ મામલે પણ ભારપૂર્વક રજૂઆત કરાઇ હતી.

આ છે ઘટનાક્રમ
એરપોર્ટ ઓથોરિટીએ ઓબ્સ્ટ્રેકલ કરવાનો હોય
​​​​​દર બે વર્ષે ઓબ્સ્ટ્રેકલ રિપોર્ટ કરવાનો હોય છે જે કર્યો નથી
2004માં ડ્રાફ્ટ ટીપીનો 2014 સુધીનો પ્લાન રજૂ થયો
2014 સુધી કોઇપણ વિકાસનું કામ થયુ નહી
10 વર્ષ બાદ રિઝર્વેશન નીકળી ગયુ હતુ
2016માં ખજોદ ડ્રીમ સિટી માટે રિઝર્વેશન થયું
2016માં સુડાંએ જૂનું રિઝર્વેશન શરૂ જ રાખ્યું અને નવો 2035 સુધી ડ્રાફ્ટ પ્લાન રજૂ કર્યો


એરપોર્ટ ઓથોરીટિએ પ્રથમ પ્લાન 2006માં રજૂ થયો, આ પ્લાન 2008માં રદ્દ કરી રીઝર્વેશન નથી તેવો પત્ર મોકલ્યો હતો. ત્યારબાદ 2016માં અન્ય બે વિકલ્પો બતાવ્યા હતા. જેમાં બીજા વિકલ્પમાં ભીમપોર ગામતળ તથા મોટાભાગની ખાનગી માલિકીની જમીનો હતી. તા. 24-10-2016ની એરપોર્ટ ઓથોરીટિ અને કલેક્ટરની મીટીંગમાં અન્ય વિકલ્પની ચર્ચા થઇ જેમાં મોટાભાગની સરકારની જમીનો તેમજ ભીમપોર ગામતળને બાકાત કર્યું હતું. પરંતુ કોઇપણ વિકાસ કરી શક્ય ન હતો.
ટોપ બેન્ડ 6 PM પ્રોગ્રામ
2001થી વિકાસના નામે કાંઠા વિસ્તારના ખેડૂતોના હક્કો ઉપર તરાપ
ઓથોરિટીએ અત્યારસુધી ત્રણ પ્લાન બનાવ્યા
એરપોર્ટ ઓથોરિટીએ ઓબ્સ્ટ્રેકલ કરવાનો હોય
દર બે વર્ષે ઓબ્સ્ટ્રેકલ કરવાનો નિયમ હોય જે કર્યું નથી

SHARE

Related stories

Latest stories