અમદાવાદ : શહેરનું મધ્યઝોન કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું હોય તેમ અત્યાર સુધીમાં સૌથી વધારે 2646 પોઝિટિવ કેસ નોંધાયાં છે. એટલું જ નહીં અત્યાર સુધીમાં 267 લોકોના મોત થયાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં 24 કલાકમાં કોરોનાના 275 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 26 દર્દીના મોત નીપજ્યા હતા. મૃતકોમાં 21 વર્ષની એક સગર્ભા યુવતીનો પણ સમાવેશ થાય હતા. કુલ મૃતકોમાં 17 પુરૂષ અને 9 જેટલી મહિલાઓ હતા. એટલું જ નહીં મૃતકોમાં સૌથી વધુ 5 દર્દીઓના મૃત્યુ ગોમતીપુર વિસ્તારમાં નોંધાયા હતા. જ્યારે દાણીલીમડા અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં 3 -3 દર્દીઓના મોત નીપજ્યાં હતા.
અમદાવાદ શહેરમાં હોટસ્પોટ ગણાતા મધ્ય ઝોનમાં અત્યાર સુધી સૌધી વથુ 2646 કેસ નોંધાયા હતા. આવી જ રીતે દક્ષિણ ઝોનમાં 2087, ઉત્તર ઝોનમાં 1298, પૂર્વ ઝોનમાં 966, પશ્ચિમ ઝોનમાં 943, ઉ. પશ્ચિમ ઝોનમાં 298, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 359 કેસ નોંધાય હતા. જ્યારે સૌથી વધુ 267 મૃત્યુ મધ્ય ઝોનમાં જ નોંધાયા છે. આવી જ રીતે દક્ષિણ ઝોનમાં 128 લોકોના મૃત્યુ થયા છે. ઉત્તર ઝોનમાં 74, પૂર્વમાં 73 અને પશ્ચિમ ઝોનમાં 47 જ્યારે દ. પશ્ચિમમાં 15 અને ઉ. પશ્ચિમમાં 8 દર્દીના મૃત્યુ થયા છે.