Ahir Samaj At Somnath Temple : ઢોલ શરણાઈ – ડી.જે ના તાલ સાથે સોમનાથ મંદિર પહોંચ્યા સોમનાથ મહાદેવને ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું.
મોટી સંખ્યામાં આહીર સમુદાય ના લોકો સોમનાથ ખાતે પહોંચ્યા
કચ્છ આહીર સમાજ દ્વારા વિદ્યાર્થીઓની કારકિર્દીને અનુલક્ષીને દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણનું આયોજન કરાયું હતું. કચ્છથી મોટી સંખ્યામાં આહીર સમુદાય ના લોકો સોમનાથ ખાતે પહોંચ્યા હતા.
ઢોલ શરણાઈ અને ડી જે ના તાલે ઝૂમતા આહીર સમુદાય
રત્નાકર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોર્તિલિંગ અને કરોડો હિન્દુ ઓ ની આસ્થા ના પ્રતીક સમાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે હજારો ની સંખ્યામાં આહીર સમાજના વિદ્યાર્થીઓ અને લોકો ઉમટી પડયા હતા. કચ્છ આહીર સમાજ દ્વારા વિદ્યાર્થીઓ ના ઉજ્જવલ ભવિષ્ય અને કારકિર્દી ને અનુલક્ષીને દેવાધિદેવ સોમનાથ મહાદેવ ને ખાસ ધ્વજારોહણ નું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ થી મોટી સંખ્યામાં આહીર સમુદાય ના લોકો સોમનાથ ખાતે પહોંચ્યા હતા સવારે ઢોલ શરણાઈ અને ડી જે ના તાલે ઝૂમતા આહીર સમુદાય ના અંદાજે 1800 થી વધુ લોકો સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચતા હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ ના નાદ સાથે ભક્તિ મય વાતાવરણ સર્જાયું હતું.
Ahir Samaj At Somnath Temple : સોમનાથ મહાદેવ ના મંદિર શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવી
કચ્છ આહીર સમાજના આગેવાન માવજીભાઈ, રવિભાઈ સહિત હજારો આહીર સમુદાય સાથે ગીર સોમનાથ જિલ્લા ના આહીર સમાજના આગેવાનો અમુભાઈ સોલંકી, હીરાભાઈ જોટવા, વિક્રમભાઈ પટાટ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પ્રો. જીવાભાઈ વાળા, સહિત ના આગેવાનો અને સ્થાનિક લોકો પણ આ ભવ્ય આયોજન માં સહભાગી બન્યા હતા સોમનાથ મહાદેવ ને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ધ્વજાપૂજા બાદ સોમનાથ મહાદેવ ના મંદિર શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Balaram Palace: પાલનપુર નજીક બાલારામ પેલેસ કુદરતી સૌદર્યથી ભરપુર, વેકેશનમાં પર્યટકોની ભારે ભીડ