HomeBusinessAdani Share: Adani ની આ 2 કંપનીઓના શેર આ સપ્તાહે 25 ટકા...

Adani Share: Adani ની આ 2 કંપનીઓના શેર આ સપ્તાહે 25 ટકા સુધી ગગળ્યા-India News Gujarat

Date:

Adani Share: Adani ની આ 2 કંપનીઓના શેર આ સપ્તાહે 25 ટકા સુધી ગગળ્યા-India News Gujarat

  • Adani Share: રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા બાદ ગૌતમ અદાણીની બે કંપનીઓના શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે.
  • અદાણી ગ્રૂપના આ બે શેરો માત્ર એક સપ્તાહમાં 25 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
  • છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં (Share Market Updates) ભારે વેચવાલી જોવા મળી રહી છે.
  • એક દિવસને બાદ કરતાં 29 એપ્રિલથી બજાર ઘટાડા સાથે બંધ થઈ રહ્યું છે.
  • મે મહિનામાં અત્યાર સુધીમાં શેરબજારમાં 8 ટકાનો ઘટાડો થયો છે.
  • આ ઘટાડાથી તમામ ક્ષેત્રો અને તમામ શેરોને અસર થઈ છે.
  • એપ્રિલ મહિનામાં અમેરિકામાં ફુગાવો (US inflation data) માર્ચની સરખામણીએ ઓછો હતો, જ્યારે ભારતમાં તે વધુ હતો. તેના કારણે વિદેશી રોકાણકારો (Foreign investors)ની વેચવાલીનો દોર તેજ બન્યો છે.
  • આ અઠવાડિયે સેન્સેક્સમાં 3.72 ટકા (2041 પોઈન્ટ)નો જંગી ઘટાડો નોંધાયો છે.
  • ટોપ-30માં 26 શેરો ઘટાડા સાથે બંધ થયા છે.
  • નિફ્ટીએ સાપ્તાહિક ધોરણે 3.83 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો અને 50માંથી 43 શેરો નીચે બંધ થયા હતા.
  • બજાર વિશે વધુ માહિતી આપતો BSE-500 4.81 ટકાના ઘટાડા સાથે બંધ થયો. ટોપ-500માં 447 શેરો ઘટ્યા હતા અને માત્ર 53 શેરો જ ઉછાળા સાથે બંધ થયા હતા. તેમાંથી 97 એવા સ્ટોક છે, જેમાં બે આંકડામાં ઘટાડો નોંધાયો છે. પાંચ શેરો 20 ટકા સુધી તૂટ્યા હતા. તેમાંથી બે શેર તો માત્ર અદાણી ગ્રુપના છે.

Adani ગ્રીન એનર્જી 25% નીચે

  • અદાણી ગ્રીન એનર્જીના સ્ટોકમાં આ સપ્તાહે લગભગ 25 ટકાનો ઘટાડો નોંધાયો છે.
  • આ સપ્તાહે શેર 2171ના સ્તરે બંધ થયો છે. આ શેરે આ વર્ષે અત્યાર સુધીમાં 64 ટકા વળતર આપ્યું છે.
  • છેલ્લા એક વર્ષમાં 107% રિટર્ન આપ્યું છે. આ સ્ટૉકની 52 સપ્તાહની ઊંચી સપાટી 3,050 રૂપિયા છે.
  • હવે આ કંપની માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપ-10માં નથી.

Adani ટ્રાન્સમિશન 23% ઘટ્યું

  • અદાણી ટ્રાન્સમિશનમાં આ સપ્તાહે 22.22 ટકાનો ઘટાડો નોંધાયો છે.
  • શેર રૂ.2190ના સ્તરે બંધ રહ્યો હતો. સ્ટોક 3000 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો.
  • શેરે આ વર્ષે અત્યાર સુધીમાં 26 ટકા અને છેલ્લા એક વર્ષમાં 82 ટકા વળતર આપ્યું છે.

આ કંપનીઓના શેર 25 ટકા સુધી તૂટ્યા છે

  • આ સિવાય ડિશમેન કાર્બોજેન એમસીસમાં લગભગ 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
  • આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની પણ ભાગીદારી છે.
  • ઈન્ડોસ્ટાર કેપિટલ ફાઈનાન્સના શેરમાં 23.57 ટકાનો ઘટાડો થયો છે. જીએનએફસીનો શેર 22.52 ટકા ઘટ્યો હતો.

તમે આ વાંચી શકો છો-

INR USD :રૂપિયામાં ઘટાડો અટક્યો, ડોલર સામે 17 પૈસાના વધારો

તમે આ વાંચી શકો છો-

Stock Update : જોવો Gainer અને Loser Stocks

SHARE

Related stories

Latest stories