Adani Group: અદાણી ગ્રુપ કરી રહ્યુ છે નવા સેક્ટરમાં ઝંપલાવવાની તૈયારી-India News Gujarat
- Adani Group: જેનો મુખ્ય વ્યવસાય પોર્ટ્સનું સંચાલન, કોલસાની ખાણો, પાવર પ્લાન્ટ્સ અને રિન્યુએબલ એનર્જીનો (renewable energy) છે, જે હવે નવા ક્ષેત્રોમાં પ્રવેશી રહ્યું છે.
- દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) હવે હેલ્થકેર (Healthcare) સેક્ટરમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ માટે તેણે એક કંપની પણ બનાવી છે. તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા અદાણી ગ્રુપ દ્વારા એસીસી (ACC) અને અંબુજા સિમેન્ટના અધિગ્રહણની જાહેરાત કરવામાં આવી હતી.
- અદાણી ગ્રુપ(Adani Group) સતત નવા બિઝનેસમાં પોતાનો હાથ અજમાવી રહ્યું છે.
- પહેલા ડેટા સેન્ટર્સ, ડિજિટલ સર્વિસ, મીડિયા, સિમેન્ટ અને હવે અદાણી ગ્રુપે હેલ્થકેર સેક્ટરમાં પ્રવેશવાનું નક્કી કર્યું છે.
Adani Group: અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ દ્વારા થશે બિઝનેસ
- બુધવાર, 17 મે 2022 ના રોજ એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં, અદાણી જૂથે જણાવ્યું છે કે કંપની અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ (AHVL) દ્વારા આરોગ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવસાય કરશે.
- તેના પર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની સંપૂર્ણ માલિકી હશે. અદાણી ગ્રુપ(Adani Group) દ્વારા એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં જણાવ્યું છે કે, ‘કંપનીની અધિકૃત અને ચૂકવણી મૂડી રૂ. 1,00,000-1,00,000 લાખ હશે.’
Adani Group: કંપની કયું – ક્યું કામ કરશે?
- અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ (AHVL) આરોગ્ય સંભાળ સંબંધિત પ્રવૃત્તિઓ, આરોગ્ય તકનીક સુવિધાઓ, સંશોધન કેન્દ્રો સહીત અન્ય આરોગ્ય સંબંધિત વ્યવસાયો કરશે.
- તમને જણાવી દઈએ કે, હોલસીમ ગ્રુપની સિમેન્ટ કંપની- અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને એસીસી લિમિટેડનો બિઝનેસ અદાણી ગ્રૂપની માલિકીનો છે.
- આ ડીલ લગભગ 10.5 બિલિયન ડોલર (80,000 કરોડ રૂપિયા) માં થઈ હતી.
Adani Group: અદાણી જૂથની આ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે
- અદાણી ગ્રુપની(Adani Group) અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ્સ અને અદાણી વિલ્મર સહિતની 6 કંપનીઓ હાલમાં શેરબજારમાં લિસ્ટેડ છે.
- અદાણી વિલ્મરે વર્ષ 2022માં રોકાણકારોને મોટું વળતર આપ્યું છે.
- ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ કંપનીના શેરમાં ઘટાડા બાદ ફરી સુધારો જોવા મળી રહ્યો છે.
- 2014થી અદાણી ગ્રૂપના ગ્રોથની ગતિ ખૂબ જ ઝડપી રહી છે. અત્યાર સુધીમાં ગ્રુપ દ્વારા વિવિધ વ્યવસાયોમાં 30થી વધુ એક્વિઝિશન કરવામાં આવ્યા છે.
- આજે આ ગ્રુપ બંદરો, એરપોર્ટ અને પાવર જેવા ક્ષેત્રોમાં દેશનું સૌથી મોટું ખેલાડી બની ચૂક્યું છે.
તમે આ વાંચી શકો છો-
Safe Investment: શું તમે સલામત રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છો?
તમે આ વાંચી શકો છો-