HomeGujaratAdani Green Planet:અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વરના 600 વિદ્યાર્થીઓનો 25,000 થી વધુ રોપાઓ વાવવાનો...

Adani Green Planet:અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વરના 600 વિદ્યાર્થીઓનો 25,000 થી વધુ રોપાઓ વાવવાનો સંકલ્પ-India News Gujarat

Date:

અદાણી ફાઉન્ડેશન સંચાલિત વિદ્યામંદિરનો 12મો વાર્ષિકોત્સવ યુ.એન.ના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને સમર્પિત 

અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વર (AVMB)ના 12માં વાર્ષિક દિનની ‘ઉત્કર્ષ’ શિર્ષક અંતર્ગત  અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને આ વાર્ષિકોત્સવ સમર્પિત કર્યો હતો. 600 વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષ દરમિયાન શાળાના પરિસર તેમજ બહાર દરિયાકિનારે મેન્ગ્રોવ સહિત 25,000 થી વધુ રોપાઓ વાવવાનો સંકલ્પ કર્યો હતો.

‘ઉત્કર્ષ’ અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સાથે સુમેળ સાધવાના પાસાઓને સર્જનાત્મક રીતે પ્રદશિત કર્યા હતા. તેમનો આ અભિગમ પર્યાવરણ અને જળ સંરક્ષણ, સ્કીટ્સ, ગીતો અને કવિતાઓ પર કાર્યકારી મોડેલો દ્વારા તમામ 17 SDGsના સાર અને મહત્વને દર્શાવતા પ્લેટફોર્મ સમાન હતો.વિદ્યામંદિર વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનાવવા માટે મૂલ્યો આધારિત શિક્ષણ આપવા સહિત તેઓ સંવેદનશીલ અને સુદ્રઢ બને તે માટે  SDGsનું શિક્ષણ આપવા કાર્યરત છે.    

રંગદર્શ પરંપરાઓ અને ઉજવણીઓ માટે પ્રખ્યાત કચ્છની ઇકોસિસ્ટમ ક્લાયમેટ ચેન્જની અસરોથી અલગ નથી. આ કાર્યક્રમની રૂપરેખા શિક્ષકો દ્વારા સુપેરે તૈયાર કરવામાં આવી હતી. તેમાં આમંત્રિત મહેમાનોને દરિયાકાંઠાની જૈવવિવિધતાને બચાવવાની અગત્યતાથી વિગતે માહિતગાર   કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે “વિદ્યાર્થીઓની આ પ્રતિજ્ઞા ધરતી પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે. મને ખુશી અને ગર્વ છે કે વિદ્યામંદિર આપણા ભવિષ્યના નેતાઓમાં મૂલ્યોનું સંવર્ધન કરી રહ્યું છે. ”

આ પ્રસંગે અતિથિ વિશેષપદેથી બોલતા મુન્દ્રાના પ્રાંત અધિકારી શ્રી ચેતન મિસાને જણાવ્યું હતું કે “બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોઈને હું મંત્રમુગ્ધ છું. તેમણે શાળાને અભિનંદન આપી અપેક્ષા વ્યક્ત કરી હતી કે તે જ્ઞાનનો નિરંતર પ્રકાશ ફેલાવતી રહેશે

કાર્યક્રમના મુખ્ય મહેમાન અદાણી ગ્રુપના CFO શ્રી જુગશિન્દર (‘રોબી’) સિંહ શાળામાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ અને બાળકોના વિવિધ વિષયો પરત્વેની સમજ અને જ્ઞાનથી પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ ભૂલકાઓ સાથે વાર્તાલાપ કરીને અત્યંત આનંદ અભિવ્યકત કરી કહ્યું હતું કે પોતાને ખાતરી છે કે આ વિદ્યાર્થીઓ તેમના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશે અને તેમના પરિવારો, સમુદાયો અને આપણા રાષ્ટ્રના ઉત્કર્ષમાં સહભાગી થશે.” 

‘ઉત્કર્ષ 2024’માં કચ્છના આગેવાનો, માછીમાર સમુદાયના સભ્યો, વાલીગણ અને પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ AVMB 2012થી કચ્છમાં ભદ્રેશ્વર અને તેની આસપાસના વંચિત સમુદાયોના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને સંલગ્ન સુવિધાઓ પૂરી પાડે છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંલગ્ન અદાણી વિદ્યામંદિર ધોરણ 1 થી 10 સુધી  શિક્ષણ સહિત ટ્યુશન ફી, પાઠ્યપુસ્તકો, ગણવેશ અને પૌષ્ટિક ભોજનની વિના મૂલ્યે સુવિધાઓ  આપે છે. 2022માં NABET માન્યતા પ્રાપ્ત કરનાર ગુજરાતી માધ્યમની પ્રથમ-GSEB સંલગ્ન શાળા તે બની. વંચિત બાળકોને શિક્ષિત કરવામાં અસાધારણ યોગદાન બદલ AVMB ને “એજ્યુકેશન એક્સેલન્સ – એમ્પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સ 2024” થી નવાજવામાં આવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશન વિશે:

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories