smimer hospital ડોક્ટરના રેગીંગનો મામલો
-India News Gujarat
સુરત મહાનગરપાલિકા સંચાલિત smimer hospital ની અંદર ઓર્થોપેડિક વિભાગના junior doctor ને દોડાવીને તેનું રેગિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. સિનિયર ડોક્ટર દ્વારા junior doctor ને હેરાન કરવામાં આવ્યાની વાત સામે આવતા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. junior doctor ને પ્રેક્ટિસનો કોઈ ભાગ ન હોવા છતાં પણ દોડાવવામાં આવ્યા હતા. આ અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.– LATEST NEWS
રેગીંગનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો
smimer hospital ના ઓર્થોપેડિક વિભાગના junior doctor ને તેના સિનિયર ડોક્ટરો દ્વારા ઓપીડીમાં સતત અડધો કલાક સુધી દોડાવવામાં આવ્યો હતો. આ અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો અને જુjunior doctor હાંફી ગયો હતો તેમજ બોલવાની પરિસ્થિતિમાં પણ ન હતો. જે અંગે smimer hospitalના ડીન ડોક્ટર દિપક હોવલે દ્વારા એક તપાસ કમિટી બનાવવામાં આવી હતી.જેમાં પાંચ વિભાગના વડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ફોરેન્સીક મેડિસીન, એનોટોમી વિભાગ, રેડીયોલોજી, સાયક્રાટીક અને સર્જરી વિભાગના વડા દ્વારા સમગ્ર રેગીંગ પ્રકરણની તપાસ કરીને તેનો રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો હતો.
- ચાર રેસીડન્ટ ડોક્ટર 60 દિવસ માટે સસ્પેન્ડ કરાયા
- smimer hospital ના અન્ય ડોક્ટરોમાં રોષ
રિપોર્ટના અંતે smimer hospital ના વહીવટી તંત્ર દ્વારા રિપોર્ટના આધારે ડોક્ટર વિદીત પાઠક, ડોક્ટર હર્ષ મોદી, ડોક્ટર ઉત્સવ પટેલ અને ડોક્ટર ધ્રુવ આગઝાને 60 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ ડોક્ટરો દ્વારા junior doctor ને ટ્રેનિંગના ભાગ રૂપે ઇમર્જન્સીમાં દોડવુ પડશે એવુ કહીને જુનિયર ડોક્ટરને સતત અડધો કલાક સુધી દોડાવાયો હતો.
મેડીકલના વિદ્યાર્થીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો -India News Gujarat
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિનિયર ડોક્ટરો સામે પગલા લેવામાં આવ્યા હોવાનું પણ smimer hospitalના સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વધુમાં રેગીંગની આ ઘટનાને પગલે smimer hospital ના ડોક્ટરો સહિતના સ્ટાફમાં તેમજ શહેરમાં અન્ય મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતા મેડીકલના વિદ્યાર્થીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ જવાબદારો સામે પગલા લેવામાં આવે એવી તેમની માંગણી હતી.
તમે આ વાંચી શકો છો: Raging with a junior doctor at surat smimer hospital :સિનિયરે ડોકટરે બે જુનિયરને અડધો કલાક દોડાવ્યા
તમે આ વાંચી શકો છો: surat metro rail project : વિશ્વમાં ક્યાંય નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં Metro Rail માં બનાવવામાં આવશે