HomeEntertainmentજાણો સ્ટોક માર્કેટના બેતાજ બાદશાહ કહેવાતા Harshad Mehtaનો પરિવાર આજે શું કરે...

જાણો સ્ટોક માર્કેટના બેતાજ બાદશાહ કહેવાતા Harshad Mehtaનો પરિવાર આજે શું કરે છે?-India News Gujarat

Date:

Harshad Mehta જેના ૪ હજાર કરોડના ગોટાળાનો ૧૯૯૨ માં પર્દાફાશ થયો

  • Harshad Mehta હમેશા લોકોને માટે એક જીજ્ઞાસાનો વિષય બનેલો રહેશે

૧૯૮૦-૯૦ ના દસકામાં સ્ટોક માર્કેટના બેતાજ બાદશાહ કહેવાતા Harshad Mehta કેટલાય હજાર કરોડનો ગોટાળો કરી જશે, એવું કદાચ જ કોઈએ વિચાર્યું હશે. Harshad Mehta, જેના ૪ હજાર કરોડના ગોટાળાનો ૧૯૯૨ માં પર્દાફાશ થયો. તે અંગેની એક વેબસિરીઝ પણ આવી ચુકી છે અને ખુબ લોકપ્રિય પણ થઇ હતી.હકીકતની જીંદગીમાં હર્ષદ મહેતાના મૃત્યુ બાદ તેમના પરિવારનું શું થયું, હાલમાં તેમનો પરિવાર શું કરી રહ્યો છે તે અંગે તમને જણાવવા જઈ રહ્યા છીએ. -India News Gujarat

Harshad Mehtaના ભાઈ મુંબઈ હાઈકોર્ટની સાથે સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટીસ કરે છે.

Harshad Mehtaના ભાઈ અશ્વિન મહેતાએ પોતાના ૫૦ ના દસકમાં વકીલાતની ડીગ્રી મેળવી હતી અને હવે મુંબઈ હાઈકોર્ટની સાથે સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટીસ કરે છે. તેઓ એકલા જ ઘણા અદાલતી કેસ લડ્યા અને તેમના ભાઈનું નામ સાફ કરવા માટે બેન્કોને લગભગ ૧૭૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરી. તેઓ હર્ષદના વકીલની સાથે જ તેની ફર્મમાં સ્ટોક બ્રોકર પણ હતા.

હર્ષદ મહેતાના ૨૦૦૧ માં મોત બાદ તેમની વિરુદ્ધ કેસ ખત્મ થઇ ગયો પરંતુ અશ્વિન ૨૦૧૮ સુધી કાયદાકીય લડાઈ લડતા રહ્યા, જ્યાં સુધી વિશેષ અદાલતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે છેતરપીંડી કરવાના એક કેસમાં તેમને નિર્દોષ જાહેર ના કર્યા ત્યાં સુધી.

Harshad ના પુત્ર અતુર મહેતાએ ૨૦૧૮ માં લોકોનું ધ્યાન ત્યારે આકર્ષિત કર્યું 

Harshad ના પુત્ર અતુર મહેતાની અંગે જાણકારીમાં કોઈ વિસ્વ્સ્નીય માહિતી નથી. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રીપોર્ટ અનુસાર હર્ષદના પુત્ર અતુર મહેતાએ ૨૦૧૮ માં લોકોનું ધ્યાન ત્યારે આકર્ષિત કર્યું હતું કે જયારે તેમણે બી.એસ.ઈ. લિસ્ટેડ ટેક્સટાઈલ કંપની ફેર ડીલ ફિલામેન્ટસમાં એક મહત્વપૂર્ણ ભાગીદારી ખરીદી હતી.-India News Gujarat

હર્ષ મહેતાનું તો ૨૦૦૧ માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ

હર્ષ મહેતાનું તો ૨૦૦૧ માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થઇ ગયું હતું, પરંતુ તેમના પરિવારને ત્યારબાદ એક લાંબી કાયદાકીય લડાઈ લડવી પડી. ૨૭ વર્ષની કાયદાકીય લડાઈ બાદ ઇન્કમ ટેક્સ ટ્રીબ્યુનલે આખરે ફેબ્રુઆરી ૨૦૧૯ માં દિવંગત હર્ષદ મહેતા, તેમના પત્ની જ્યોતિ મહેતા અને ભાઈ અશ્વિન પર કરવામાં આવેલી ૨૦૧૪ કરોડ રૂપિયાની ટેક્સ ડીમાંડને ફગાવી દીધી હતી.

એ જ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૯ માં હર્ષદ મહેતાના પત્ની જ્યોતિ મહેતાએ સ્ટોક બ્રોકર કોશોરી જનાની અને ફેડરલ બેંક વિરુદ્ધનો પણ એક કેસ જીત્યો. કિશોર, જેમના પર હર્ષદ મહેતાના ૧૯૯૨ થી ૬ કરોડ રૂપિયા ઉધાર હતા, તેમને કોર્ટે ૧૮ ટકાના વ્યાજ સાથે જ્યોતિ મહેતાને પરત આપવાનો આદેશ આપી દીધો છે.

એક વાત સ્પષ્ટ છે કે હર્ષદ મહેતા હમેશા લોકોને માટે એક જીજ્ઞાસાનો વિષય બનેલો રહેશે, જે તે સમયે ઘણા લોકો તેમની વાતો પર વિશ્વાસ રાખતા અને માનતા તો ઘણા લોકો ખોટું ગણતા પણ ચર્ચાનો વિષય વર્ષો સુધી તેઓ બનેલા રહ્યા તે વાત તો છે જ.-India News Gujarat

SHARE

Related stories

Latest stories