HomeGujarat"Ab Ki Baar Modi Sarkar" : વોલ પેઇન્ટિંગ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખનો...

“Ab Ki Baar Modi Sarkar” : વોલ પેઇન્ટિંગ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખનો ચૂંટણી પ્રચાર આરંભ “અબ કી બાર 400 કે પાર” “એક બાર ફીર મોદી સરકાર” – India News Gujarat

Date:

“Ab Ki Baar Modi Sarkar” : ચુંટણી પ્રચારના પ્રારંભ સાથે પ્રદેશ અધ્યક્ષ દ્વારા રણશિંગુ ફુંકાયું. વિધિવત રીતે ચુંટણી કેમ્પેઈનનું રણશિંગુ ફુંકીને કરી શરૂઆત.

લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી

ઉધના ત્રણ રસ્તા પર વોલ પેઇન્ટિંગ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે પોતે ‘એક બાર ફિર મોદી સરકાર’ નો સૂત્ર દિવાલ પર લખ્યો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે સુરતના ઉધના ખાતેથી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીના કેમ્પેઈનની શરૂઆત કરાવી હતી.

“Ab Ki Baar Modi Sarkar” દરેક વોર્ડમાં આ પેઇન્ટિંગ કરવામાં આવશે

ભીંત ચિત્રણ કરાવી તેમણે કેમ્પઈનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતુત્વમાં જંગી બહુમતીની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. સી આર પાટીલે સુરતના ઉધના ખાતેથી ચૂંટણી કેમ્પેઈન ની શરૂવાત કરાવતા જણાવ્યું હતું કે, ભાજપે 2019માં સ્પષ્ટ બહુમતીની સરકાર બનાવી હતી. 303 સીટ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકાર બનાવી હતી. 2024માં પણ નરેન્દ્ર મોદી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. ફરી એક વાર મોદી સરકારનું ભીંત ચિત્રણ શરૂ કર્યું છે. ગુજરાતમાં અલગ અલગ જગ્યા એ આ ભીંત ચિત્રણની શરૂઆત કરી છે. ગુજરાતના દરેક વોર્ડમાં આ પેઇન્ટિંગ કરવામાં આવશે. મોદીજીએ છેલ્લા 10 વર્ષમાં અનેક કામ કર્યા છે. તમામ કરેલા વાયદા પૂર્ણ કર્યા છે. તેથી તમામ લોકો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ સાથે ભીંત ચિત્રણ શરૂ કરાયું છે. એક રીતે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે વિધિવત રીતે ચૂંટણીના કેમ્પેઈનનું રણશિંગુ ફૂંક્યું હતું.

આવનાર લોકસભા ચુંટણી માં 400 થી વધુ બેઠક જીતવાનો લક્ષાંક

આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, 2014માં જ્યારે ભાજપને 283 બેઠકો મળી હતી તો એનડીએમાં અમને બહુમત મેળવવો પડ્યો. 2019માં ભાજપે 303 બેઠકો મેળવી અને એનડીએ ફરી સરકાર બનાવી. 10 વર્ષમાં મોદી સરકારે રામમંદિર સહિતના મુદ્દા આપેલા વાયદા પૂર્ણ કર્યા છે ત્યારે આવનાર લોકસભા ચુંટણી માં 400 થી વધુ બેઠક જીતવાનો લક્ષાંક રાખવામાં આવ્યો છે અને અને સૂત્ર પણ અપાયું છે તે મુજબ “અબ કી બાર 400 કે પાર” “ફીર એક બાર મોદી સરકાર” જેવા સૂત્ર સાથે ભજપાનું ચુંટણી કેમ્પેઈન શરૂ કરી દીધું છે.

તમે આ પણ વાચી શકો છો :

ઈરાને ઈરાકમાં ઈઝરાયેલના જાસૂસી કેન્દ્ર પર મિસાઈલ છોડી, ચાર લોકોના મોત

તમે આ પણ વાચી શકો છો :

IND vs AFG : અફઘાનિસ્તાન શિવમ દુબે સામે ઝૂક્યું, ભારતે શાનદાર જીત નોંધાવી

SHARE

Related stories

Latest stories