ઊંઝાના ધારાસભ્ય Dr. Aashaben Patelનું નિધન
ઊંઝાના ધારાસભ્ય Dr. Aashaben Patelનું રવિવારે ડેન્ગ્યુની બિમારીની સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલ ખાતે અવસાન થતા લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો અને હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. તેમના પાર્થિવદેહને ઊંઝા એપીએમસી ખાતે અંતિમ દર્શનાર્થે લાવવામાં આવ્યો હતો. આજે તેમના પાર્થિવદેહને તેમના વતન વિશોળ ખાતે લઇ જવામાં આવશે. ત્યાંથી સવારે 10;30 વાગ્યે સિદ્ધપુર ખાતે સરસ્વતિ મુક્તિધામના તટે તેઓના અંતિમ સંસ્કાર કરવામા આવશે.Dr. Aashaben Patel
રાજકીય આગેવાનોમાં શોકનું વાતાવરણ – Dr. Aashaben Patel
તમામ મોટા નેતાઓની સાથે રાજકીય આગેવાનો ખડે પગે રહ્યા હતા. ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દિનેશભાઈ પટેલે સરસ્વતી મુક્તિધામ ટ્રસ્ટના ચેરમેન બલવંતસિંહ રાજપૂતને કરતાં તેઓએ મુક્તિધામના મંત્રી વિષ્ણુભાઈ ઠાકર, ટ્રસ્ટી જે. ડી. પટેલ તેમજ મેનેજર અશોકભાઈને સંપૂર્ણ વ્યવસ્થા કરવા કરાવ્યું હતું.
વિધીવત તમામ કાર્યવાહી કરવામાં આવી – Dr. Aashaben Patel
નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્યએ તાત્કાલીક સાફસફાઈ કરાવવાની સૂચના આપતાં નગરપાલિકા દ્વારા નદીના પટમાં કારોબારી ચેરમેન ટીનાભાઇની ઉપસ્થિતિમાં મશીનો અને કામદારોને કામે લગાડી સાફસફાઈ કરવામાં આવી છે. આ એક એવો બનાવ છે કે લોકો સંવેદનશીલ અને લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.
મોટી સંખ્યામાં અગ્રણી મહેમાનો અગ્નિ સંસ્કાર સમય ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવશે – Dr. Aashaben Patel
આપને જણાવી દઈએ કે કોણ કોણ હાજર રહ્યું હતું તો ખાસ તો રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ પંચાલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપુત તેમજ ધારાસભ્યઓ સહિત મોટી સંખ્યામાં અગ્રણી મહેમાનો અગ્નિ સંસ્કાર સમય ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવશે. રવિવારે મોડી સાંજે મુક્તિધામ તરફથી મંડપ બાંધવાનું કામ, અગ્નિસંસ્કાર માટે સગડી ગોઠવવાનું કામ, તેની આજુબાજુ લીંપણ કરવાનું કામ અને ડમ્પર મારફતે માટી લાવી પાથરવાનું કામ કરવામાં આવ્યુ હતું. આમ સૌએ પોતપોતાની ફરજ પ્રમાણે કાર્ય કર્યું હતુ. Dr. Aashaben Patel