AAP ના કાર્યકરો પર પોલીસનો લાઠીચાર્જ
પંજાબમાં AAP ની જીત બાદ સુરતમાં AAP આમી પાર્ટી તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરે છે. પણ પોલીસ પરમિશન ન આપતી હોવાથી તિરંગા યાત્રાના નામે વિવાદ થઇ રહ્યા છે. લિંબાયત વિસ્તારમાં આપ કાર્યકરોએ હોબાળો કરતા પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.જેને લઇ AAPના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. – Latest News
AAP ના તિરંગા યાત્રા માટે પરમીશન લેવા જતા હોબાળો – India News Gujarat
સુરતમાં AAP આમ આદમી પાર્ટીને પોલીસ પરમિશન ન આપતી હોવાથી તિરંગા યાત્રાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો હતો.જે ને લઇ મોટી સંખ્યામાં AAP કાર્યકરો લીંબાયત પોલીસ મથક પહોંચ્યા હતા. ત્યારે પરમિશન આપવાની “ના” તો પાડી, પણ તિરંગા યાત્રાની પરમિશનની જગ્યા એ માર ખાવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ AAP દવારા કરવામાં આવ્યા છે. – Latest News
AAP કાર્યકરોએ પોલીસ મથક માથે લીધું : BJPના ઈશારે લાઠી ચાર્જનો આરોપ – India News Gujarat
વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કરતા કહ્યું હતું તિરંગા યાત્રાની પરમિશન માટે 35 જેટલા કાર્યકરો લીંબાયત પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યારે પોલીસ દ્વારા કાર્યકરો પર લાઠી વરસાવી હતી. એટલું જ નહિ પણ ભાજપ ના ઈશારે પોલીસ કામગીરી કરી રહી છે અને એટલેજ પરમિશન આપતા ન હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે AAP ઘ્વારા થોડા દિવસ પહેલા પણ આ જ પ્રકારની તિરંગા યાત્રાની પરમિશન લેવા જતા પોલીસ સાથે માથાકૂટ થઇ હતી, AAPના કાર્યકર્તાઓને કોઈપણ જાતની રાજકીય પરમિશન આપવામાં દેવામાં આવતી નથી તેવા આક્ષેપો પણ આ પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી પોલીસ નીં આ કામગીરી ને પગલે હવે AAP ના કાર્યકરો અને પોલીસ આમને સામને આવી ગયા છે. – Latest News
તમે આ વાંચી શકો છો : SMC Water Bill Policy : નળ જોડાણ પર મીટરો લાગશે
તમે આ વાંચી શકો છો : 24 માર્ચે ઉજવાય છે વિશ્વ TUBERCULOSIS દિન