HomeGujaratA modern railway station will be constructed in Somnath - સોમનાથમાં આધુનિક...

A modern railway station will be constructed in Somnath – સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ – India News Gujarat

Date:

સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશન નું થશે નિર્માણ

આગામી બે વર્ષમાં સોમનાથ માં આધુનિક રેલવે સ્ટેશન નું નિર્માણ થશે, જ્યાં ટ્રેન માંથી ઉતરતા જ યાત્રાળુઓ ને સોમનાથ મંદિરના દ્વારે પહોંચી ગયા નો અનુભવ થશે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ કે જ્યાં દેશ વિદેશથી લાખો ભાવિકો સોમનાથ મહાદેવ ના દર્શન માટે આવે છે. આ અંગે સોમનાથ આવતા યાત્રીઓ ની સુવિધા ને જોતા સોમનાથ ટ્રસ્ટ થી લઈ ગુજરાત સરકાર નું ટુરિઝમ વિભાગ હોય કે કેન્દ્ર સરકાર તમામ સોમનાથ આવતા ભાવિકો ને વધુ માં વધુ સુવિધાઓ મળે તેમના માટે તત્પર રહે છે. Modern Railway station, Somnath

રેલવે સ્ટેશનનું આધુનિક અપગ્રેડેશન, કુલ 134 કરોડ ના ખર્ચે થશે નિર્માણ

પાછલા કેટલાક વર્ષોમાં એવી તો કાયા પલટ થઈ કે યાત્રીઓ ને તમામ પ્રકાર ની સુવિધાઓ અહી મળે રહે છે. તેમ છતાં યાત્રીઓ ને સુવિધા આપવા માં કેન્દ્ર નું રેલવે વિભાગ પણ કેમ બાકી રહી શકે છે.. જી હાં રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા જગવિખ્યાત યાત્રાધામ સોમનાથમાં હાલના રેલવે સ્ટેશન નું આધુનિક અપગ્રેડેશન કરવા નું નક્કી કર્યું છે. જે કુલ 134 કરોડ ના ખર્ચે નિર્માણ પામશે. માહિતી મુજબ રેલવે સ્ટેશન નું બિલ્ડિંગ સોમનાથ મંદિરના વારસા ને દર્શાવતું હશે, અને ટ્રેન ના આગમન અને પ્રસ્થાન માટે અલગ અલગ લોન્જ ઉપરાંત પ્લેટફોર્મની સંખ્યા વધારવાનું પણ આયોજન છે. તો ઊર્જા બચત માટે પણ ગ્રીન બિલ્ડિંગ કોન્સપેટ ને અપનાવી સ્ટેશન નો વિકાસ કરવામાં આવશે. જે તૈયાર થતા હજુ બે વર્ષ જેવો સમય લાગશે. પરંતુ આ રેલવે સ્ટેશન તૈયાર થતાની સાથે સોમનાથ આવતા ભાવિકો ટ્રેન માંથી ઉતરતાની સાથે જાણે મહાદેવના દ્વારે પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ પણ થશે. Modern Railway station, Somnath

રેલવે સ્ટેશનના નિર્માણને લઈને કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગ તત્પર

આગામી વર્ષોમાં સોમનાથનું રેલ્વે સ્ટેશન વિશ્વસ્તરીય સુવિધા સાથે આધુનિક બનાવવા માટે કેન્દ્રનો રેલવે વિભાગ અને કેન્દ્રીય સરકાર જાહેરાત કરી ચૂકી છે. સોમનાથનું રેલ્વે સ્ટેશન ખૂબ જ જાજરમાન અને આધુનિક બનશે તેવું લાગી રહ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ હોવાને કારણે પણ અહીં દેશ અને દુનિયાના શિવભક્તો આવતા હોય છે, ત્યારે રેલવે દ્વારા પણ પ્રવાસીઓને આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાઓ અને ખાસ કરીને રેલવે સ્ટેશનમાં મળતી સુવિધાઓમાં વધારો થાય તેને ધ્યાને રાખીને નવા રેલવે સ્ટેશનના નિર્માણને લઈને કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગ આગળ વધી રહ્યું છે. Modern Railway station, Somnath

તમે આ પણ વાંચી શકો છો – 68th National Film Awards Announcement:બેસ્ટ એક્ટરનો અવોર્ડ અજય દેવગન તથા સૂર્યાને, બેસ્ટ હિંદી ફિલ્મ ‘તુલસીદાસ જુનિયર…….

તમે આ પણ વાંચી શકો છો – Corona – છેલ્લા 24 કલાકમાં 21,411 નવા કેસ સામે આવ્યા, 67 લોકોએ જીવ ગુમાવ્યા – India News Gujarat

SHARE

Related stories

Latest stories