HomeGujarat76th Independence Dayની  ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે  ધામધુમથી ઉજવણી-India News...

76th Independence Dayની  ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે  ધામધુમથી ઉજવણી-India News Gujarat

Date:

76th Independence Dayની  ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે  ધામધુમથી ઉજવણી -India News Gujarat 

76th Independence Dayની ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સરસાણા  સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે76th Independence Day નિમિત્તે   ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. જ્યાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખૂબ જ ધામધુમથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રમુખો, મેનેજિંગ કમિટીના સભ્યો તેમજ સ્ટાફ કર્મચારીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.-India News Gujarat

76th Independence Day પહેલા હર ઘર તિરંગા અભિયાનને મળ્યો આવકાર-India News Gujarat

76th Independence Dayના સમારોહમાં   સંબોધન કરતા ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલા હર ઘર તિરંગા અભિયાનને પગલે આખો દેશ તિરંગામય થઇ ગયો છે.76th Independence Day પહેલા ત્રણ દિવસ માટે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની જે મંજૂરી દેશભરમાં આપવામાં આવી એના માટે વડાપ્રધાનનો આભાર માનીએ. થોડાક મહિના પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેબ કોન્ફરન્સ થકી દેશની તમામ ચેમ્બર ઓફ કોમર્સ, નિર્યાતકારો અને ઉદ્યોગકારોને સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાને દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના અમૃત મહોત્સવ નિમિત્તે નવા ૭પ જેટલા દેશોમાં ભારતની વિવિધ પ્રોડકટને એકસપોર્ટ કરવાની હાંકલ કરી હતી.-India News Gujarat

76th Independence Dayના સમારોહમાં શું કહ્યું ચેમ્બર પ્રમુખે–India News Gujarat 

  • 76th Independence Dayના વક્તવ્યમાં ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ દ્વારા ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને રપ૦ મિલિયન યુએસ ડોલર એકસપોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

  • 76th Independence Day ભાગરૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગત વર્ષે દુબઇ તથા યુએસએ ખાતે એકઝીબીશન યોજાયું હતું. આ વર્ષે પણ બાંગ્લાદેશ, દુબઇ અને યુએસએ ખાતે એકઝીબીશન યોજાનાર છે.

  • 76th Independence Day સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો સીધા જ અન્ય દેશોના બાયર્સના સંપર્કમાં આવશે અને ભારતથી ટેકસટાઇલનું એકસપોર્ટ વધશે. તેમણે બધાને એકબીજાને સાથ સહકાર આપીને સાથે આગળ વધવા માટે હાંકલ કરી હતી.

  • 76th Independence Day સમારોહનું સમગ્ર સંચાલન ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે કર્યું હતું. સમારોહને અંતે ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની સમારોહનું સમાપન કર્યું હતું.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-SBI Loan:SBI ની લોન મોંઘી થઇ,જાણો તમારી લોનની EMI કેટલી વધશે

આપ આ પણ વાંચી શકો છોઃ-Azadi ka Amrit Mohotsav ટેક્સટાઇલ વેપારીઓની તિરંગા યાત્રામાં વડા પ્રધાન વર્ચ્યુઅલી જોડાયા

SHARE

Related stories

Latest stories