ટાંકીનું ઢાંકણું ઢીલું હોવાથી વિદ્યાર્થી પાણીમાં ખાબકયો-India News Gujarat
સુરતના (Surat) ગોડાદરામાં 6 વર્ષનો બાળક(Child) ટેરેસની પાણીની ટાંકીમાંથી(Water tank) મૃત હાલતમાં (Death) મળી આવ્યો હતો. ટયુશન જવું ન હતુ. એટલે ટયુશનના સમયે ઘરેથી નીકળી ટેરેસ પર ચાલ્યો ગયો હતો. ટાંકીનું ઢાંકણું ઢીલું હોવાથી વિદ્યાર્થી પાણીમાં ખાબકયો હતો.
આમ તો આ કિસ્સો માતાપિતાને ચોંકાવનારો અને ખાસ કરીને ધ્યાન રાખવા માટે જરૂરી છે. નાના બાળકો પર માતાપિતા ધ્યાન નથી રાખતા. જેથી બાળકો સાથે દુર્ઘટના બનતી હોય છે તેવી એક ઘટના સુરતમાં પણ પ્રકાશિત થઈ છે. મળતી માહીતી પ્રમાણે શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા ધીરજનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ પટેલ કોઈ કંપનીમાં કલાર્ક તરીકેની નોકરી કરી પત્ની, એક પુત્ર અને એક પુત્રી સાથે રહે છે. જે પૈકી 6 વર્ષીય સ્મીત ધોરણ-10 માં અભ્યાસ કરી રહ્યો હતો.
સ્મિત મંગળવારે સાંજે ટયુશન પર જવાનું હોવાથી ઘરેથી નીકળી ગયો હતો-India News Gujarat
સ્મિત મંગળવારે સાંજે ટયુશન પર જવાનું હોવાથી ઘરેથી નીકળી ગયો હતો. પણ સ્મિત ટયુશનમાં જવાની ઈચ્છા ન હોવાથી પહેલા માતાને ના પાડી હતી. પણ માતાએ ફરજ પાડતા ટયુશનના સમયે નીકળી તો ગયો, પણ ઘરના બાજુના મકાનના ટેરેસ પર પહોંચી ગયો હતો.ટયુશનનો સમય પુરો થયો હોવા છતાં સ્મિત ઘરે ના આવતા પરિવારે શોધખોળ આદરી હતી.અને પોલીસને જાણ કરી હતી.પોલીસે બાજુની કરીયાણાના દુકાનના સીસીટીવી ફુટેજ ચેક કરતાં સ્મિત બહાર નીકળતા દેખાયો ન હતો. જેથી ઘરના ટેરેસ અને બાજુના ટેરેસ પર તપાસ કરતા ટેરેસ પર પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.
પાણીની ટાંકી ઉપર ચઢવા જતાં અકસ્માતે પડી ગયો હોવાની ધારણા સાથે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. સ્મિતના મોતની ખરૂ કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. જેનો રિપોર્ટ આવ્યા બાદ સચોટ કારણ જાણવા મળશે. પણ હાલમાં ગોડાદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતનો આ કિસ્સો બે-ખબર માતાપિતાઓ માટે ચેતવણીરૂપ છે.ત્યારે આવા કિસ્સાઓ હવે ન બને તે માટે માબાપે ચેતી જવાની જરૂર છે. અને, તમારા વ્હાલસોયાનું ધ્યાન રાખો.
તમે આ વાંચી શકો છો: 400th birth anniversary -શીખ ગુરુ તેગ બહાદુરની 400મી જન્મજયંતિ
તમે આ વાંચી શકો છો: Opening Bell :Sensex 57458 ઉપર ખુલ્યો