56 Feet long Cutout Of Shree Ram : ગુજરાત યુનિ.માં એક સપ્તાહ માટે રામોત્સવનું આયોજન. આકર્ષક ભગવાન રામનું કટઆઉટ. શ્રી રામનું 56 ફૂટનું કટઆઉટ મુકાયું 10,000 વર્ષ જૂની સંસ્કૃતિને ઉજાગર કરવાનો હેતુ.
અવસરને યાદગાર બનાવવા માટે પ્રયાસ
દરેક ક્ષેત્રના લોકો પોતાની રીતે આ અવસરને યાદગાર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ હિન્દુ સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓ 22 જાન્યુઆરી પહેલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાગણમાં ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રીરામના જીવન ચરિત્રની પ્રદર્શની લગાડવામાં આવી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક સપ્તાહ સુધી રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યા નગરીમાં પ્રવેશતા હોય તે પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. અંદાજે 56 ફૂટ જેટલું ભવ્ય ભગવાન શ્રીરામનું કટઆઉટ લગાડવામાં આવ્યું છે. સાથે સાથે ભગવાન રામલલ્લાની જે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તે મંદિરનો આકાર પણ ઉભો કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીરામના જીવન ચરિત્રની પ્રદર્શની લગાડવામાં આવી છે. ભગવાનની જીવન યાત્રા દરમિયાન આવેલા પ્રસંગોને પણ પ્રદર્શનના ભાગરૂપે મૂકવામાં આવ્યા છે. જેથી કરીને યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા અનેક લોકો તેને નિહાળી શકશે.
56 Feet long Cutout Of Shree Ram : લોકગાયક ગીતા રબારી સહિતના અનેક કલાકારો ભાગ લેશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોર ચાવડાએ જણાવ્યું કે 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામોત્સવ દરમિયાન યુનિવર્સિટી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને જે યુવાનો છે. તેમની સામે દસ હજાર વર્ષ જૂની આપણી જે સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રામોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રોજ સાંજે 7:00 વાગ્યાથી 11 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ગુજરાતના જાણીતા લોકગાયક ગીતા રબારી સહિતના અનેક કલાકારો ભાગ લેશે.
તમે આ પણ વાચી શકો છો :
RAM MANDIR: :ભગવાન રામથી મોટું કોઈ નથી”શંકરાચાર્યના અભિષેકમાં હાજરી ન આપવા પર CM YOGIનું નિવેદન
તમે આ પણ વાચી શકો છો :