HomeGujarat54th Organ Donation : નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી 54મું અંગદાન, ૨૭ વર્ષીય...

54th Organ Donation : નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી 54મું અંગદાન, ૨૭ વર્ષીય ઇન્દલકુમારના લિવર અને બે કિડનીનું દાન – India News Gujarat

Date:

54th Organ Donation : લીવર, બે કિડની, અને ફેફસાનું દાન કરાયું જરૂરિયાતમંદ દર્દીને નવજીવન મળશે.

જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન

અંગદાનના મહાદાન વિષે વધતી જાગૃતતા સાથે નવી સિવિલ હોસ્પિટલ-સુરત ખાતે ૫૪મું અંગદાન નોંધાયું હતું. મૂળ બિહારના અને સુરતના ઓલપાડ તાલુકાના ઓરમા ગામે રહેતા. અને સંચા ખાતામાં કામ કરતા. બ્રેઈનડેડ ઇન્દલકુમારના લિવર અને બે કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

બાઇક પર જતી વખતે અકસ્માત થયો

મૂળ બિહારના વતની ૨૭ વર્ષીય ઇન્દલકુમાર મહતો સંચાના કાર્ય કરતા હતા. તા.૧૪ જાન્યુઆરીના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ઓરામા ગામ ખાતે બાઇક પર જતી વખતે અકસ્માત થયો હતો. રસ્તા પર બેભાન થતા સાથી મિત્રએ ઘરપરિવારને જાણ કરી હતી. અને ૧૦૮ ઈમરજન્સીનો સંપર્ક કરી ઓલપાડ ખાતે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાત્રે ૧૦:૦૦ વાગે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. જ્યાં સઘન સારવાર બાદ તા.૧૭એ સવારે ૭:૧૪ વાગ્યે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ડૉ. પરેશ ઝાંઝમેરા અને ડૉ. કેયૂર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેઓને માથાના ભાગે હેડ ઈન્જરી થઈ હોવાનું નિદાન થયું હતું.

54th Organ Donation : દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી

ઇન્દલકુમારના મહતોના પરિવારના સભ્યોને આર.એમ.ઓ ડૉ.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ ઇન્દલકુમારના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. ઓલપાડના ઓરામાં ગામે રહેતા તેમના પત્ની પ્રિતિકુમારી સહિત પરિવારે સંમતિ આપતા બ્રેઈનડેડના બે કિડની અને લીવરને અમદાવાદની IKD હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયાના ડોક્ટર્સની ટીમ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં સહયારું યોગદાન આપી વધુ એક સફળ અંગદાન કરાવ્યું હતું.

તમે આ પણ વાચી શકો છો :

MEN CANNOT ENTER THESE TEMPLES OF INDIA : ભારતના આ મંદિરોમાં પુરુષો નથી પ્રવેશી શકતા, જાણો કારણ

તમે આ પણ વાચી શકો છો :

One Nation-One Election: ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર મંથન શરૂ

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories