HomeGujarat51000 Diya's 'Maha Aarti' : તિથલ બીચ પર ભવ્ય મહાઆરતીનું આયોજન, 51000...

51000 Diya’s ‘Maha Aarti’ : તિથલ બીચ પર ભવ્ય મહાઆરતીનું આયોજન, 51000 દીવાથી થઈ પ્રભુ શ્રીરામની મહાઆરતી – India News Gujarat

Date:

51000 Diya’s ‘Maha Aarti’ : મહાઆરતીમાં નાણામંત્રી કનુભાઈ દેશાઈ પણ જોડાયા. સમગ્ર તિથલ બીચ જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું.

51 હજાર દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ

સમગ્ર દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણીનો માહોલ છે. ત્યારે વલસાડના તિથલ બીચ ખાતે 51 હજાર દીવા પ્રગટાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત હિન્દૂ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ રંગોળીઓ પણ દોરવામાં આવી

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા હોય. જેના ઉપલક્ષમાં વલસાડ તિથલ દરિયા કિનારે 51000 દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં અલગ અલગ સંસ્થાના લોકો જોડાયા હતા. અને 51,000 દીવડાની સાથે વિવિધ રંગોળીઓ પણ દોરવામાં આવી હતી. આખું તિથલ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે વલસાડના સાંસદ ડોક્ટર કે સી પટેલ અને ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

51000 Diya's 'Maha Aarti'

51000 Diya’s ‘Maha Aarti’ : હિન્દુ સંગઠનો પણ ઉપસ્થિત રહ્યા

સાથે જ તમામ હિન્દુ સંગઠનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ લોકોએ મહાઆરતી ઉતારી જય શ્રી રામના નારા સાથે તમામ તિથલ બીચને ગજવ્યું હતું.

51000 Diya’s ‘Maha Aarti’ : ધર્મપ્રેમી ભક્તો દ્વારા ઉત્સાહભેર ભાગીદાર બની ને ધન્યતા અનુભવી

સમગ્ર દેશ જ્યારે ભક્તિમય બન્યો છે. ત્યારે સમુદ્ર કિનારે મહાઆરતીમાં આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ધર્મપ્રેમી ભક્તો દ્વારા ઉત્સાહભેર ભાગીદાર બની ને ધન્યતા અનુભવી હતી.

તમે આ પણ વાચી શકો છો :

Gujarat Politics: અહેમદ પટેલની પુત્રી મુમતાઝને છોટુ વસાવાના મળ્યા આશીર્વાદ 

તમે આ પણ વાચી શકો છો :

Grand Bike Rally Organised : પ્રભુ શ્રીરામના જયકારા સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન સમગ્ર નગરમાં જયશ્રી રામના નારા ગુંજી ઉઠયા 

SHARE

Related stories

Latest stories