HomeGujarat500 kg Of Drugs Seized : કોસંબા અને એસ.ઓ.જી પોલીસનું સયુંકત ઓપરેશન,...

500 kg Of Drugs Seized : કોસંબા અને એસ.ઓ.જી પોલીસનું સયુંકત ઓપરેશન, માંગરોળ વિસ્તાર માંથી 500 કિલો ગાંજો ઝડપી પાડ્યો – India News Gujarat

Date:

ઝડપાયેલો ગાંજાના જથ્થાની કિમત 51 લાખ રૂપિયા. અજાણ્યા ટેમ્પો ચાલક સહિતના આરોપીની શોધખોળ શરૂ.

ટેમ્પામાંથી 51.24 લાખની કિંમતનો 500 કિલો ગાંજો મડયું

વાત કરીએ નસાના સોદાગરોની તો,,, સુરત જિલ્લાનાં યુવાધનને બરબાદ કરવા જિલ્લામાં મોટા પ્રમાણમાં નસીલો પ્રદાર્થ ઘુસાડવામા આવી રહ્યો છે. સુરત જિલ્લાનાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં નસીલો પ્રદાર્થ ઝડપાયો છે. ત્યારે ફરી એકવાર ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાંથી શંકાસ્પદ ટેમ્પામાંથી 51.24 લાખની કિંમતનો 500 કિલો ગાંજો મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

500 kg Of Drugs Seized : શંકાસ્પદ હાલતમાં થ્રિવીલ ટેમ્પો પાર્ક કરેલો હતો

સુરત ગ્રામ્ય વિસ્તાર જેવા કે પલસાણા, કડોદરા, કામરેંજ, માંગરોળ, ઓલપાડ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાંથી નશીલા પ્રદાર્થનો જથ્થો મળી આવે છે ત્યારે માંગરોળનાં હથોડા ગામની સીમમાં આવેલા ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં થ્રિવીલ ટેમ્પો પાર્ક કરેલો હતો જેના પર સ્થાનિકો પર નજર પડતા કોસબા પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ ટેમ્પો ચેક કરતા ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે જપ્ત કરી પોલીસ જુદી જુદી એજન્સી સાથે તપાસ શરૂ કરી છે. ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવતા કોસબા અને એસ.ઓ.જી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાત શરુ કર્યો હતો. ટેમ્પા માંથી 512 કિલો ગાંજો જેની કિંમત 51.24 લાખ થવા જાય છે પોલીસે ગાંજાનો કબ્જો લઈ અજાણ્યા ટેમ્પા ચાલક અને ગાંજો મોકલનાર સામે એન.ડી.પી.એસ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં 

તમે આ પણ વાંચી સકો છો :

Education Committee: શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડના વિવિધ કામોને મંજૂરી 

SHARE

Related stories

Latest stories