ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે 37 સેવાઓ ઓનલાઈન કરી
ગુજરાત યુનિવર્સિટીની 37 સેવાઓ ઓનલાઈન:રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે 37 સેવા ઓનલાઈ ન શરૂ કરી છે.ગુજરાત યુનિવર્સિટીમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેઓને નાના-મોટા કામો માટે ગુજરાત યુનિવર્સિટી સુધી આવવું પડતું પણ હવે ઓનલાઇન સેવા શરૂ કરાતા નાના મોટા કામો આંગળીના ટેરવે વિદ્યાર્થીઓ કરી શકશે , વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી સુધી જવાની જરૂર નહીં પડે.
ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન સેવા શૈક્ષણિક વર્ષ 2022 -23 થી શરૂ કરાશે..
ગુજરાત યુનિવર્સિટીની 37 સેવાઓ ઓનલાઈન:સમગ્ર ગુજરાતમાંથી અભ્યાસ કરવા અહીં વિધાર્થીઓ આવતા હોય છે.અને કાયરેક કોઈક નાનકડા સર્ટી માટે તેઓ ને ગુજરાત યુનિવર્સિટી સુધી લાબું થવું પડતું પણ હવે ઓનલાઈન સેવા એ વિધાર્થીઓ ના આવા ધકા માંથી મુક્તિ મળશે અને રજા ના દિવસો માં પણ આ સેવા ચાલુ રહેશે..
ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓને પણ આ સેવામાં આવરી લેવાશે
ગુજરાત યુનિવર્સિટીની 37 સેવાઓ ઓનલાઈન:ગુજરાત યુનિવર્સિટીની 37 જેટલી સેવા ઓનલાઇન કરાતા વિદ્યાર્થીઓની સાથે કર્મચારીઓને પણ લાભ થશે આ સેવા સાથે કર્મચારીઓને પણ આવરી લેવામાં આવ્યા છે. જેનાથી પારદર્શક વહીવટ સાથે સમયનો બચાવ અને કામો ઝડપભેર થશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 37 સેવા ઓનલાઈન
ગુજરાત યુનિવર્સિટીની 37 સેવાઓ ઓનલાઈન:પ્રિ-રજીસ્ટ્રેશન, એલિજિબિલીટી, માઇગ્રેશન સર્ટી., એડમિશન,પરીક્ષા ફોર્મ હોલ ટિકિટ ,પ્રિ- એક્ઝામ રિપોર્ટ,એટેન્ડન્સ,ડિજિટલ પેપર બેંક-પેપર જનરેશન,પરિણામો ની પ્રક્રિયા, રીચેકીંગ-રીએસએસ મેન્ટ,પ્રવેશ પ્રક્રિયા,રીઝલ માર્કશીટ,કોન્વોકેશન ઓનલાઈન પરીક્ષા, ઇન્ટર્નલએસેસમેન્ટ, ગ્રેડ કાર્ડ- માર્કશીટ,સ્કિલ મૂલ્યાંકન સિસ્ટમ,પરીક્ષા,ટ્યુશન,હોસ્ટેલ,મેસ ફી, શૈક્ષણિક મોડ્યુલ, લર્નિંગ મેનેજમેન્ટ મોડ્યુલ, લર્નિંગ મટીરીયલ,ડિજિટલ સ્ટોરેજ,ભરતી માટે નું મોડ્યુલ,કર્મચારી રેકોડ મેનેજમેન્ટ, કર્મચારી ની હાજરી સિસ્ટમ,લિવ મેનેજમેન્ટ, પે-રોલ મોડ્યુલ, એકાઉન્ટિંગ એકીકરણ, બજેટ,આકસ્મિક વ્યવસ્થાપન, સ્ટડી સેન્ટર મેનેજમેન્ટ, પૂર્વ વિદ્યાર્થીઓના ડેટા, ખરીદી-ઈવેંટરી-એસેટ-મેનેજમેન્ટ, એપ ટ્રેડિંગ સિસ્ટમ,વીહકલ મેનેજમેન્ટ સીસ્ટમ, ગેસ્ટ હાઉસ બુકિંગ ,NAAC મેનેજમેન્ટ પ્રમાણપત્ર તૈયારી મોડ્યુલ,ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ,શૈક્ષણિક વિભાગ-સંલગ્રતા/માન્યતા સહિત ની સેવાઓ ઓનલાઈન વિધાર્થીઓ સહિત ને લાભ મળશે
આ પણ વાંચી શકો:LIC IPO: રાહ પૂરી થઈ! દેશનો સૌથી મોટો IPO આજે લોન્ચ – INDIA NEWS GUJARAT
આ પણ વાંચી શકો:સુરતમાં ડિપોઝલ સાઇડ પર JCB નું ટાયર ફાટતા સફાઈ કર્મચારીનું મોત-India News Gujarat