HomeGujarat2036 Olympic :IOCના પ્રતિનિધિઓ 2025માં ભારતની મુલાકાત લેશે-India News Gujarat

2036 Olympic :IOCના પ્રતિનિધિઓ 2025માં ભારતની મુલાકાત લેશે-India News Gujarat

Date:

2036 Olympic : ગુજરાત 2036ની ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે, IOCના પ્રતિનિધિઓ 2025માં ભારતની મુલાકાત લેશે-India News Gujarat

  • ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માંગે છે અને આ તમામ તૈયારીઓ 2036 ઓલિમ્પિક (2036 Olympic)નો ભાગ છે.
  • 2036 Olympic : ગુજરાત 2036માં ભારતમાં યોજાનારી સમર ઓલિમ્પિક્સ (2036 Olympic)ના આયોજનની તૈયારીમાં વ્યસ્ત છે.
  • ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રતિનિધિઓ પણ 2025માં ભારતની મુલાકાતે આવવાના છે અને તેની તૈયારીઓની સમીક્ષા કરશે.
  • બુધવારે ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ ખુલાસો કર્યો હતો.
  • તેમણે અમદાવાદના નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ માટે એક બાંધકામ કંપની (Construction company) દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયાને પડકારવા અંગેની સુનાવણીમાં વાત કરી હતી.

2036 Olympic:(IOC)ના પ્રતિનિધિઓ પણ 2025માં ભારતની મુલાકાતે આવવાના છે અને તેની તૈયારીઓની સમીક્ષા કરશે.

  • AMC +દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેને ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ લિમિટેડ નામની કંપનીએ કોર્ટમાં પડકાર્યું હતું.
  • ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માંગે છે અને આ તમામ તૈયારીઓ 2036 ઓલિમ્પિકનો ભાગ છે.
  • ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ અમદાવાદમાં 2036 સમર ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માટે વાતચીત શરૂ કરી છે.
  • આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્યો 2025માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તૈયારીઓની સમીક્ષા કરવા ભારતની મુલાકાત લેશે.
  • કન્સ્ટ્રક્શન કંપનીના પડકાર પર દલીલ કરતા સરકારી વકીલે જણાવ્યું હતું કે અરજદારને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો કોઈ પૂર્વ અનુભવ નથી, તેથી તેની બોલી ફગાવી દેવામાં આવી હતી.
  • એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, “સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે સ્પર્ધાત્મક અને આંતરરાષ્ટ્રીય ધોરણો પર આધારિત અનુભવની જરૂર છે, જે આ કંપની પાસે નથી.

2036 Olympic: અંદાજે રૂ. 500 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે

  • 2036 ઓલિમ્પિકની તૈયારી માટે અમદાવાદના નારણપુરામાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના પર લગભગ 500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેની ટેન્ડર પ્રક્રિયામાં 4 બાંધકામ કંપનીઓએ ભાગ લીધો હતો.
  • AUDA એટલે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ નવેમ્બર 2021માં જણાવ્યું હતું કે તેણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોની સમીક્ષા કર્યા બાદ જ આ પગલું ભર્યું છે અને અમદાવાદની ઉમેદવારી માટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સાથે વાતચીત શરૂ કરી છે.
  • AUDA એ એક અખબારી યાદી બહાર પાડી જણાવ્યું હતું કે, “ઓલિમ્પિક્સનું આયોજન અમદાવાદ માટે વૈશ્વિક રમતગમતને પ્રોત્સાહન આપવાની સાથે સાથે પ્રવાસન સ્થળ બનવાની એક તક હશે. આ સાથે આ શહેર તેના સાંસ્કૃતિક વારસાને વિશ્વની સામે સારી રીતે પ્રદર્શિત કરી શકશે.

તમે પણ આ વાંચી શકો છો –

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વળતરના નામે ઠેગો દેખાડી રહ્યું છે

તમે પણ આ વાંચી શકો છો –

Fuel Price:સૌથી મોંઘો LPG ભારતમાં, Petrol વિશ્વમાં ત્રીજા અને Diesel આઠમાં ક્રમે મોંઘા

 

SHARE

Related stories

Latest stories