HomeGujarat2 Students Injured In Electric Shock : ખાનગી શાળાના બે વિદ્યાર્થીઓને વીજ...

2 Students Injured In Electric Shock : ખાનગી શાળાના બે વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગ્યો, અગાસીની સફાઈ માટે મોકલ્યાને પતંગ ઉતારતા બની ઘટના – India News Gujarat

Date:

2 Students Injured In Electric Shock : પતંગની દોરી ખેંચવા જતા કરંટ લાગતાં એકની હાલત ગંભીર.ખાનગી શાળાના સંચાલકનો લૂલો બચાવ. બંને ભાઈઓ અગાસી સાફ કરી રહ્યા હતા ત્યારે લાગ્યો કરંટ. હાઇ ટેન્સન લાઇન શાળા બિલ્ડિંગની નજીકથી થાયછે પસાર. સંચાલકના કહ્યા પ્રમાણે વિદ્યાર્થીઓ પતંગ કાઢતા બની ઘટના. પોલીસ સમગ્ર મામલે અકસ્માત ગુનો નોંધી તપાસ શરૂ કરી.

અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતાં

સુરતના ડિંડોલીમાં શારદાયતન સ્કૂલના શિક્ષકે બે વિદ્યાર્થી ભાઈઓને સ્કૂલની અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતાં. તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતાં એકને વીજ કરંટ લાગ્યો હતો. જેથી ભાઈને બચાવવા જતાં બીજા ભાઈને પણ વીજ કરંટ લાગ્યો હતો. તેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ડિંડોલી વિસ્તારમાં માનસી રેસીડેન્સીમાં, પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે. પરમેશ્વરનાં સંતાન પૈકી શિવમ અને શિવા બંને ભાઈઓ ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકા નગર-2 ખાડી પાસે ખોડીયાર નગર ખાતે આવેલ શારદાયતન સ્કૂલના ધોરણ 6 માં અભ્યાસ કરે છે. મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા. તે દરમિયાન સ્કૂલના ખુંના તિવારી નામના શિક્ષકે બંને ભાઈઓને અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા. સમગ્ર મામલામાં વધુ વિગત જાણવા ઇજાગ્રસ્ત બાળકની સાથે અમારા સંવાદદાતા અમિત રાજપૂતે વાત કરી વિગત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

2 Students Injured In Electric Shock : હાઇ ટેન્સન વીજ વાયર માં ફસાયેલો પતંગ કાઢવા જતાં ઘટના બની

  • સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી શારદાયતન શાળામાં બે બાળકોને હાઇ ટેન્સન વીજ નો કરંટ લાગવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે.
  • શાળા સંચાલકના કહેવાય મુજબ બંને બાળકો શાળા સમય કરતાં વહેલા આવીને શાળા છત પર પતંગ ઉતારવા ગયા હતા.
  • અને ત્યારે લોખંડ કે કોઈ ધાતુ ના સળિયા થી હાઇ ટેન્સન વીજ વાયર માં ફસાયેલો પતંગ કાઢવા જતાં ઘટના બની હતી.
  • સમગ્ર મામલે પીડિત બાળકો નું કહેવું છે કે અગાસી સાફ કરવા માટે શિક્ષકે છત પર મોકલ્યા હતા અને તે વખતે સમગ્ર ઘટના બની હતી.
  • જોકે હાલ એક વિદ્યાર્થી કરંટ લગતા આખા સરીરે ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે.
  • જ્યારે અન્ય એક વિદ્યાર્થી ને હાથના ભાગે ઇજા થતાં સારવાર કરાવી હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે.
  • અને ઘટના ની જાણ પોલીસને થતાં હવે સમગ્ર ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે. અને સંચાલક સહિત તમામ સ્ટાફ ના નિવેદનો નોંધી પોલીસ તપાસ કરશે.
  • ત્યારે ઘટના બાદ શાળા સંચાલક સાથે અમારા સંવાદાતા અમિત રાજપૂતે સંચાલક સાથે વાત કરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

તમે આ પણ વાચી શકો છો :

Bill Gates on India: ઘણા પરિબળોએ ‘વિશ્વગુરુ’ બનવાની મંજૂરીની મહોર 

તમે આ પણ વાચી શકો છો :

Word of War on Ram Mandir: રાહુલને VHPનો સણસણતો જવાબ


SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories