HomeGujarat1996 Drug Case: NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા...

1996 Drug Case: NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા – INDIA NEWS GUJARAT

Date:

1996 Drug Case: પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામે 25 વર્ષ જૂના બનાવટી ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં યુકાદો આપવામાં આવ્યો છે. પાલનપુર કોર્ટે NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા છે. તેમને પાલનપુર એડી.સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. આ કેસમાં કોર્ટ હવે સજા સંભળાવી હતી.

1996 Drug Case: સંજીવ ભટ્ટ 28 વર્ષ જૂના કેસમાં દોષિત જાહેર

1996માં સંજીવ ભટ્ટ બનાસકાંઠાના sp હતા. ત્યારે તેમના પર પાલનપુરની હોટલમાં રાજસ્થાનના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરીને તેમને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો સંજીવ ભટ્ટ પર આરોપ લાગ્યો હતો. આ કેસમાં 5 સપ્ટેમ્બર 2018માં CID ક્રાઈમે સંજીવ ભટ્ટ તથા પાલનપુરના તત્કાલીન PI આઇ.બી. વ્યાસની ધરપકડ કરી હતી. ત્યારબાદ પાલનપુર કોર્ટ દ્વારા PI વ્યાસને સાક્ષી બનાવીને 1996ના ડ્રગ્સ કેસમાં છૂટકારો આપવાની મંજૂરી આપી હતી.

આ કેસમાં નામદાર કોર્ટ તેમને સજા સંભળાવી હતી. હાલ સંજીવ ભટ્ટને કોર્ટ માંથી પાલનપુરની સબજેલમાં લઇ જવાયા છે. તેમની પત્ની શ્વેતા ભટ્ટે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આ બિલકુલ મિસ કરેજ ઓફ જસ્ટિસ થયું છે. સાડા પાંચ વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે અને આ કેસ પૂરો ખોટી રીતે બનવાયેલો છે. આ મામલા માં હું ડિટેલમાં તમારી સાથે વાત કરીશ.

2011માં સેવા માંથી કરાયા હતા સસ્પેન્ડ

તમને જણાવી દઈએ કે સંજીવ ભટ્ટને 2011માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર રહવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2015માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરાયા હતા. સત્તાનો દુરુપયોગ કરી બનાવટી કેસ કરીને વકીલને ફસાવ્યાની બાબતમાં સંજીવ ભટ્ટ પર કાનૂની સિકંજો કસાઈ ચૂક્યો છે.

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

આ સપ્તાહમાં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થતાં IPO – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories