160 Kg Of Beef Seized : બકરાના મટનની આડમાં ગૌમાંસનો ગોરખધંધો ઝડપી પડાયો. ખાટકીઓ ખુલ્લેઆમ ગૌમાંસનો વ્યાપાર કરતાં ઝડપાયા.
ગૌ-રક્ષકોએ ભેસ્તાન પોલીસની સાથે રેડ કરી
સચીન ઉન તિરૂપતિનગરની 3 દુકાનોમાં ગૌ-માંસ વેચાણ થતું હોવાની બાતમી આધારે. ગૌ-રક્ષકોએ ભેસ્તાન પોલીસની સાથે રેડ કરી હતી. સચીન ઉન તિરૂપતિનગરમાં આવેલી 3 દુકાનો પર રેડ કરતા 160 કિલો ગૌ-માંસ મળી આવ્યું હતું.
ગૌમાંસ, ટીબલા, ચપ્પુ, સહિત 21590 નો મુદામાલ કબજે કરાયો
ગૌ હત્યા અને માસ વેચાણ કરતાં અપરાધી વિરુદ્ધ આક્રો કાયદો બન્યા બાદ પણ ગુના રોકવાનું નામ નથી લેતા અને ગૌ તસ્કરી હત્યા અને માસ વેચાણ કરતાં બદમાસો સુધરવાનું નામ જ નથી લેતા,, ગૌ રક્ષકોને માહિતી મળતા પોલીસની સાથે ઉન અને સચિન વિસ્તારની ત્રણ ગૌ માસ વેચતા દુકાનદારોને ત્યાં તપાસ કરતાં અને એફએસએલ વિભાગના અધિકારીઓ ને સ્થળ પર નમૂના લઈ ચેક કર્યુ જેમાં ગૌ-માંસ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ ભેસ્તાન પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. જેમાં પોલીસે ખાટકી શેખ મુસ્તાક શેખ મસ્તાન, શેખ અંસાર શેખ ખૈરાતી અને મોહંમદ ઉર્ફે બુડન ખૈરાની શેખની ધરપકડ કરી છે. ત્રણેય દુકાનોમાં બકરાના મટનની આડમાં ગૌમાંસનું વેચાણ થતું હતું. ગૌમાંસ, ટીબલા, ચપ્પુ, સહિત 21590 નો મુદામાલ કબજે કરાયો હતો.
160 Kg Of Beef Seized : ત્રણેય દુકાનોમાં બકરાના મટનની આડમાં ગૌમાંસનું વેચાણ કરતાં
પોલીસે જાતે ફરિયાદી બનીને આરોપીઑ શેખ મસ્તાન, શેખ અંસાર શેખ ખૈરાતી અને મોહંમદ ઉર્ફે બુડન ખૈરાની શેખની ધરપકડ કરી છે. આ લોકો ત્રણેય દુકાનોમાં બકરાના મટનની આડમાં ગૌમાંસનું વેચાણ કરતાં હતા. પોલીસે આ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરીને 160 કિલો જેટલું ગૌમાંસ, ટીબલા, ચપ્પુ, સહિત 21590નો મુદામાલ કબજે કરાયો હતો.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો