13 Months Old Kid Dies: સુરતમાં વધુ એક બાળકનું મોત
તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં શોક
બાળકો દૂધ પીધા બાદ થતાં મૌતની કિસ્સામાં વધારો
સુરતના ભેસ્તાન આવાસમાં એક બાળકના મોત બાદ ઉધનામાં વધુ એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. ઉધના વિસ્તારમાં 13 મહિનાના બાળકને માતાએ રાત્રે દૂધ પિવડાવીને સુવડાવ્યો હતો. બાદમાં સવારે માતાએ બાળકને ઉઠાડતા તે ઊઠ્યો ન હતો. જેથી બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
એકના એક દીકરાને દૂધ પીવડાવી સુવડાવ્યા બાદ ઊઠ્યો નહીં
ઉધના વિસ્તારમાં દેવીદાસ વડવી પરિવાર સાથે રહે છે. દેવીદાસની પત્નીએ 13 મહિના પહેલાં એકના એક દીકરા ઓમ ને જન્મ આપ્યો હતો. ત્રણ ચાર દિવસથી ઓમને તાવ સહિતની થોડીક બીમારી હતી. જોકે તેને હોસ્પિટલ માંથી દવા લઈ આવતા સારું થઈ ગયું હતું. ગત રાત્રે માતાએ ઓમને દૂધ પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેને સુવડાવી દીધો હતો. સવારે જ્યારે માતા એ દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, તો ઓમ ઊઠ્યો ન હતો. જેથી પતિ સહિતના પરિવારને જાણ કરી હતી, ત્યારબાદ પિતા દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને ઓમને મૃત જાહેર કર્યો હતો.
13 Months Old Kid Dies: છ દિવસ પહેલાં પણ એક બાળકનું મોત
એકના એક દીકરાના અચાનક મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, સુરતના ભેસ્તાન આવાસમાં છ દિવસ પહેલાં પણ એક ત્રણ મહિનાનું બાળક રાત્રે માતાના દૂધ પીવડાવ્યા બાદ સવારે ઊઠ્યો ન હતો અને મોતને ભેટ્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બાળકની શ્વાસનળીમાં દૂધ જતું રહેતા મોત થયું હોવાની શક્યતાઓ આવી હતી, ત્યારે વધુ એક બાળકનું મોતનું કિસ્સો સામને આવ્યો છે. બાળકના મોતનું હાલ તો સાચું કારણ સામે આવ્યું નથી જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકના મોતનું સાચું કારણ સામે આવશે.
તમે આ પણ વાચી શકો છો :
Mumbai-Surat Superfast Train: કૃપા કરીને ધ્યાન આપો…! –
તમે આ પણ વાચી શકો છો :