HomeGujarat11,111 Sq. foot long Rangoli Record : સ્વામિનારાયણ ગુરુકુલમાં શ્રીરામ રંગોળીનો રેકોર્ડ...

11,111 Sq. foot long Rangoli Record : સ્વામિનારાયણ ગુરુકુલમાં શ્રીરામ રંગોળીનો રેકોર્ડ રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા પૂર્વે યોજાયો યજ્ઞ – India News Gujarat

Date:

11,111 Sq. foot long Rangoli Record : રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા પૂર્વે યોજાયો યજ્ઞ 11,111 સ્કે. ફૂટની રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળીનો રેકોર્ડ. રંગોળી તૈયાર કરવા 16 કલાક જેટલો સમય લાગ્યો. 1400 કિલો અલગ અલગ રંગની રંગોળીનો ઉપયોગ કરાયો. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે અભિનંદન પાઠવ્યા.

વિશાળ પ્રતિકૃતિરૂપે રંગોળી તૈયાર કરવામાં આવી

550 વર્ષ બાદ ભવ્ય રામ મંદિર બનવા. અને તેની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં અલગ અલગ સંસ્થાઓ, વેપારીઓ તેમજ શાળા-કોલેજો દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે સુરતની ક્લાર્પણ આર્ટ નામની સંસ્થા દ્વારા 11,111 સ્કવેર ફૂટની જગ્યામાં પુરષોતમ મર્યાદા. શ્રી રામ ભગવાન, લક્ષ્મણ, માતા સીતા અને સેવક હનુમાનજીની વિશાળ પ્રતિકૃતિરૂપે રંગોળી તૈયાર કરવામાં આવી છે.

પાંચ વાગ્યાથી સંસ્થાની 40 યુવતીઓની મહા-મહેનત

આ રંગોળી સુરતમાં કતારગામ ખાતે આવેલ કોમ્યુનિટી હોલના પ્રાગણમાં બનાવવામાં આવી છે. સંસ્થાની 40 જેટલી યુવતીઓની મદદથી ભવ્ય રંગોળી તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો. સંસ્થાની 40 જેટલી યુવતીઓ મળસ્કેના પાંચ વાગ્યાથી ભવ્ય રામ મંદિર. ભગવાન શ્રીરામ, પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ તેમજ સેવક હનુમાનજીની પ્રતિકૃતિરૂપે વિશાળ રંગોળી બનાવવાની શરૂવાત કરવામાં આવી હતી. આ સિવાય ભવ્ય રામ મંદિર, રામસેતુ અને ભગવાન શ્રી રામે વિતાવેલા ચૌદ વર્ષના વનવાસને પણ રંગોળીની થીમમાં આવરી લેવામાં આવી હતી. મળસ્કેના પાંચ વાગ્યાથી સંસ્થાની 40 યુવતીઓની મહા-મહેનત બાદ ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જેમાં ભવ્ય રામ મંદિર, ભગવાન શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સહિત હનુમાનજીની સાથે સાથે રામસેતુની પ્રતિકૃતિને પણ આવરી લેવામાં આવી હતી.

11,111 Sq. foot long Rangoli Record : 16 કલાક જેટલો સમય લાગ્યો

અદ્ભૂત રંગોળી તૈયાર કરવા પાછળ અંદાજીત 16 કલાક જેટલો સમય લાગ્યો હતો. 11,111 સ્કવેર ફિટ જગ્યામાં આ વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. જે માટે 1400 કિલો અલગ અલગ રંગની રંગોળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરતની ક્લાર્પણ આર્ટ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ ભવ્ય રામ મંદિર અને ભગવાન શ્રીરામ સહિત અલગ અલગ પ્રતિકૃતિરૂપે રંગોળી શહેરીજનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. જે ભવ્ય થીમની મુલાકાત કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા પણ લેવામાં આવી હતી. દર્શના જરદોશે સંસ્થા અને 40 યુવતીઓની આ મહેનતને બિરદાવી છે અને તેઓને અભિનંદન પાઠવ્યા છે.

તમે આ પણ વાચી શકો છો :

Bharat Jodo Nyay Yatra Update: રાહુલ ગાંધીના હિમંતા બિસ્વા સરમા પર પ્રહાર

તમે આ પણ વાચી શકો છો :

Lover Attacks Girlfriend In Rage: સુરતમાં પ્રેમ પ્રકરણને લઈ એકજ સપ્તાહમાં બીજી ઘટના

SHARE

Related stories

Latest stories